જૂનાગઢ ગ્રામ્ય અને જુનાગઢ શહેર જિલ્લાકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાનાર છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટેના નિયત પ્રવેશપત્ર જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, બ્લોક નંબર ૧/૧, બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ-૩૬૨૦૦૧, ફોન નં.૦૨૮૫ ૨૬૩૦૪૯૦ ખાતેથી રૂબરૂ અથવા ફેસબુક આઇ.ડી. – Dso junagadh પરથી મેળવી તા.૧૨/૦૯/૨૦૨૨ સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જૂનાગઢ ખાતે પહોંચાડવાના રહેશે. નિયત સમય મર્યાદામાં પ્રવેશપત્ર મોકલનારને સ્પર્ધાના તારીખ અને સ્થળની જાણ કરવામાં આવશે. એમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
