સુરત
સચિન જીઆઈડીસીમાં આધેડે ઘર નજીક ઝાડની ડાળી સાથે કપડુ બાંધી ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. પુત્રીને છાંતીમાં થયેલી ગાંઠની સારવારનો ખર્ચ ઉઠાવી ન શકતા ટેન્શનમાં આધેડે પગલું ભર્યું હોવાનુ પોલીસની પ્રાથમીક તપાસમાં સામે આવ્યું છે.સચિન જીઆઈડીસી ઈશ્વરનગર ખાતે રહેતા સત્યેન્દ્ર રામધની રામ(૪૮)મીલમાં મજૂરી કામ કરતા હતા. તેમને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. મળસ્કે તેમણે પોતાના ઘર નજીક એક સચિન જીઆઈડીસી બંજરંગ નગર મંદિર પાસે ઝાડની ડાળી સાથે કપડું બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા સચિન જીઆઈડીસી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જેમાં પ્રાથમીક તપાસમાં સત્યેન્દ્રભાઈની પુત્રીને છાતીમાં ગાંઠ હોવાથી તેની સારવાર પાછળ દર મહિને ૧૮ થી ૨૦ હજારનો ખર્ચ થતો હતો.
