ધારાસભ્ય વંશે કોંભાડ બહાર કાઢતા આખરે મામલતદાર પોલીસ ફરીયાદ કરવા દોડ્યા…
એક ઓપરેટરને પોલીસે દબોચી લીધો મોટુ કોંભાડ બહાર આવવાની સંભાવના…
ઊના – ઉના મામલતદાર કચેરીમાં આવતી સરકારની વિવિધ યોજના અંતર્ગત લાભાર્થીની રકમ ઓનલાઇન લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાની થતી હોય છે. આવી રકમ મામલતદાર ઓફીસમાં કામ કરતા આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટર દ્રારા જુદા જુદા સમયગાળા દરમ્યાન કોઇને જાણ કર્યા વગર બેંક એકાઉન્ટના નંબરો ચેન્જ કરી મામલતદાર ઓફીસના ગાડી ચલાવતા ડ્રાઇવર તથા અન્ય ઓપરેટરના સગા કુટુંબના બેંક એકાઉન્ટમાં રૂ.૨ લાખ ૩૦ હજારની રકમની નાખી બારોબાર ખિસ્સા ભરી લીધા હોવા અંગેની ફરીયાદ ઉના પોલીસમાં નોધાયેલ છે.
ઉના મામલતદાર કચેરીમાં ગંગાસ્વરૂપ સહાય યોજના વિધવા બહેનો માટે આવતી હોય ૭ હજાર જેટલા લાભાર્થી આ તાલુકામાં આવેલ હોય તેને દર મહીને મામલતદાર કચેરી માંથી સહાય બેંક એકાઉન્ટ દ્રારા ડાઇરેક્ટ ખાતામાં ટ્રાન્સફર કરી લાભાર્થીને ચુકવવામાં આવતી હોય છે. આ બાબતે મોટુ કોભાંડ વિધવા બહેનોના ખાતાઓ ચેન્જ કરી રકમ બારોબારો ઉપાડી વિધવા બહેનોને સહાય ઉપરથીજ આવતી ન હોય તેવા બહાના બતાવી ધક્કા કચેરીમાં ખવડાવતા હોય આ અંગે ઉના વિસ્તારના ધારાસભ્ય પુંજાભાઇ વંશે કોંભાડની ગંધ આવતાની સાથેજ ખાનગી રાહે તપાસ કરતા ગંગાસ્વરૂપ સહાય યોજનાની રકમના ખાતાઓ બદલી બરોબાર ઉપડી લેવાયેલ હોવાની આધાર પુરાવા સાથે વિગતો મળતા ગત તા.૧ સપ્ટે. ના રોજ ધારાસભ્ય મામલતદાર ઓફીસે દોડી ગયેલા અને આ કોંભાડ થયા અંગેની રજુઆત કરતા પ્રથમ તો મામલતદાર દ્રારા રેકોર્ડમાં ચેડચાર થયાનું સ્વીકારી લીધેલ પરંતુ ધારાસભ્યએ આ સરકારી રકમની ઉચ્ચાપત થયાનું રેકર્ડ પર સાબિત થતુ હોય તેવી દલીલો કરી ૭ હજાર વિધવા બહેનોની સહાય અંગેની વિગતો માંગતાની સાથે મામલતદાર તેમજ સ્ટાફ દોડતો થયો હતો.
અને તાત્કાલીક રેકોર્ડ તપાસ કરતા તા.૨૯ ઓગષ્ટ ૨૦૨૨ ના મામલતદાર ઓફીસમાં સરકાર દ્રારા ચાલતી ગંગાસ્વરૂપ સહાય યોજનામાં વિધવા બહેનોને ચુકવવાના થતાં નાણા સહાય શાખાના ઓપરેટર તરીકે આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટર વિનોદ રમેશભાઇ સોલંકી રહે. ચાંચકવડ વાળો તેમજ ગીરસોમનાથ જીલ્લા કક્ષાએ કામ કરતા તેષાર નામના શખ્સે કોઇને જાણ કર્યા વગર પોતાના તેમજ અન્ય ખાતામાં વિધવા સહાયની નાણાકિય રકમ જમા કરાવી ઉચ્ચાપત કરેલ હોય અને ઓનલાઇન પોર્ટલ મુજબ લાભાર્થીઓની વિગત ચેક કરાવતા ૯ લાભાર્થીઓની સહાયની રકમ રૂ. ૨ લાખ ૨૩ હજાર ૭૫૦ અન્યના ખાતામાં નાખી ખિસ્સામાં સેરવી લીધેલ હોય અને સરકારી રકમની ઉચ્ચાપત કરી વોટ્સએપ મારફત જીલ્લા કક્ષાએ કામ કરતા ઓપરેટર તુષારને પાસબુકોના ફોટા મોકલી ખાતા ચેંન્જ કરવાની પ્રક્રિયા કરેલ હોય અને ખરા લાભાર્થીઓના ઓનલાઇન અરજીના ખાતા નંબર લીંક કરી નાણાકીય ગેરરીતી કરેલ હોવાનો રેકર્ડ પર ખુલતા મામલતદાર રાહુલકુમાર રાણાભાઇ ખાંભરાએ ઉના પોલીસમાં આઉટસોર્સ ઓપરેટર વિનોદ રમેશ તેમજ તુષાર સામે પોલીસમાં ફરીયાદ નોધાવેલ છે. અને પોલીસે તાત્કાલીક વિનોદ અને તુષારને ઉઠાવી લઇ આ કોભાંડમાં કોનીકોની સંડોવણી છે. તે અંગે પુછપરછ હાથ ધરી છે. જાણકારોના જણાવ્યા મુજબ આ ફરીયાદ બાદ મામલતદાર કચેરીમાં આવતી સરકારી યોજનાકીય સહાયનુ મોટી કોંભાડ બહાર આવે તેવી આશંકા સેવાય રહી છે.
બોક્ષ્ – ક્યાં ક્યાં વિધવા બહેનોના ખાતા બદલી નખાયા….
(૧)વિધવા સહાય યોજનાના લાભાર્થી શાંતુબેન બાલુભાઇ બાંભણીયાનું પોસ્ટ ખાતુ બદલી વિનોદ સોલંકી નામે ખાતામાં નાખી રૂ. ૩૭ હજાર ૫૦૦ ઉઠાવી લીધા, (૨) રાજુબેન ખાટુભાઇ ગોહીલનું ખાતુ એસબીઆઇ બેંકનું બદલી રૂ.૨૫ હજાર રાહુલ રમેશ સોલંકીના ખાતામાં નાખ્યા (૩) કાજલબેન અશોકભાઇ બાંભણીયાનું ખાતુ બીઓબી બેંક ખાતા બદલી ભીમાભાઇ લક્ષ્મણભાઇ મકવાણા મામલતદાર કચેરીના આઉટસોર્સ ડ્રાઇવરના ખાતામાં રૂ.૨૮ હજાર ૭૫૦ નાખી ઉઠાવી લીધા.(૪) સમજુભાઇ બાબુભાઇ સોલંકીના એસબીઆઇ ખાતા બદલી આઉટસોર્સ ઓપરેટર જ્યોતિબેન કોસિકના ખાતામાં રૂ. ૩૦ હજાર નાખી ઉઠાવી લેવાયા, (૫) લીલીબેન પાંચાબેન ચાવડાની રકમ રૂ.૩૩ હજાર ૭૫૦ તેના બેંક એકાઉન્ટ એસબીઆઇના બદલી અન્ય ખાતા ધારકના ખાતામાં નાખી ઉઠાવી લેવાયેલ છે. (૬) માધુબેન કરશનભાઇ ચંડેરાની ત્રણ હપ્તાની સહાય રકમ રૂ. ૩૭૫૦ તેના ખાતા નંબર બદલી અન્ય ખાતામાં નાખી ઉઠાવી લેવાયેલ (૭) રાજીબેન રમેશભાઇ ડાભીની રકમ રૂ.૨૮ હજાર ૭૫૦ તેના એસબીઆઇ ખાતા નંબર બદલી અન્ય પાર્ટીના ખાતામાં જમા કરી દેવાયેલ જે ખાતુ આઉટસોર્સ ઓપરેટર વિનોદ સોલંકી કુંટુંબીક ભાભીનું હોવાનું બહાર આવેલ છે. (૮) કુવરબેન લાખાભાઇ ભેડાની સહાય રકમ રૂ.૩૦ હજાર તેના એસબીઆઇ બેંક એકાઉન્ટ બદલી અન્ય બેંક ખાતામાં જમા કરાવેલ (૯) આલમબેન દોશમમદ મુનશીની સહાય રકમની રૂ. ૬ હજાર ૨૫૦ તેના પોસ્ટ ખાતા નંબર બદલી અન્ય પાર્ટીના ખાતામાં નાખી ઉઠાવી લેવાયા આમ પ્રાથમિક તપાસ દરમ્યાન ૯ લાભાર્થીઓના ખાતામાંથી રકમ ઉઠાવી ઉચ્ચાપત કરાયેલ છે. આ ઉપરાંત અન્ય લાભાર્થીની સહાયની રકમ રૂ.૭૩ હજાર ૭૫૦ કોઇના એકાઉન્ટમાં કઇ રીતે ચેન્જ થઇ છે તેની પણ તપાસ ચાલી રહી છે. આરોપીઓ ઓનલાઇન અરજીમાં અન્ય ખાતા લીંક કરાવી આ ગેરરીતી આચરી હોવાનું પોલીસ ફરીયાદમાં જણાવેલ છે.
બોક્ષ્ – કોંભાડ આચરનાર વિનોદ પોતે પણ વિધવા માતાનો પુત્ર….
વિધવા બહેનો પોતાના પરીવારમાં કેવી સ્થિતી અનુભવતા હોય છે એતો એજ જાણતા હોય છે. વિધવા બહેનોની સહાયની રકમનું કોંભાડ આચરનાર આઉટસોર્સ કર્મચારી ઓપરેટર વિનોદ સોલંકી પોતે વિધવા માતાનોજ પુત્ર હોય અને આટલી મોટી રકમ ઉચ્ચાપત કરી લેતા વિધવા બહેનોનો દર્દનો અહેસાસ પણ તેના ચહેરા પર જોવા મળતો નથી.
બોક્ષ્ – પોલીસે બે આરોપીને ઉઠાવી લીધા….
ઉના પોલીસે મામલતદારની ફરીયાદના આધારે તાત્કાલીક વિનોદ સોલંકી તેમજ જીલ્લા ઓપરેટર તુષાર નામના આરોપીને તાત્કાલીક ઉઠાવી લેવાયા છે. અને આ કોભાડમાં કોની કોની સંડોવણી છે. તે અંગે તે દિશામાં તપાસ હાથ ધરી છે. મામલતદાર કચેરીમાં આ કોંભાડ બાદ અન્ય કર્મચારીઓમાં એવી પણ ચર્ચાઓ ઉઠી છે કે તોકતે વાવાઝોડાની સહાયમાં પણ મોટાપાયે આઉટસોર્સ ઓપરેટરો દ્રારા મોટા ગોટાળા કરાયેલ હોય અને સરકારની વિવિધ યોજના અંતર્ગત આવતી રકમના લાભાર્થીઓને સહાયના ખાતાઓ અને રકમ અંગે તટસ્થ તપાસ કરવામાં આવે તો અનેક મોટા માથાઓ અને અધિકારીઓ સુધી આ કોંભાડનો રેલો પગ નિચે આવી શકે છે તેવો શૂર ઉઠવા પામેલ છે.
બોક્ષ્ – કોભાંડ બહાર આવતા વિધવા બહેનોની લાઇનો લાગી….
વિધવા સહાયની રકમમાં કોંભાંડ થયાની જાણ વિધવા સહાયકોને થતાની સાથે વિધવા સહાય મેળવતી બહેનોની સવારથીજ મામલતદાર ઓફીસમાં ઉમટી પડ્યા હતા. અને પોતાના ખાતાની વિગતો જોવા મળતા હતા..

