Gujarat

બોડેલીની શિરોલાવાલા હાઈસ્કૂલનાં નવા ટ્રસ્ટી મંડળનાં પ્રમુખ તરીકે કંચનભાઈ પટેલ સાથે મંત્રી તરીકે ભાવેશ શિરોલાવાલા બે ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ શાહ એકતા અને ભરતભાઈ શાહ, સહમંત્રી તરીકે પરેશ ભાવસાર અને ખજાનચી તરીકે ઉદય શાહ ની સવૉનુંમતે  વરણી કરવામાં આવી.

   બોડેલી ની શૈક્ષણિક ક્ષેત્રની અગ્રણી એવી શેઠ એચ.એચ. શીરોલાવાલા હાઇસ્કુલ નું આખે આખું જૂનું ટ્રસ્ટી મંડળ બરખાસ્ત કરીને ૨૧ ટ્રસ્ટીઓ સાથે નું નવું ટ્રસ્ટી મંડળ ચેરીટી કમિશનર દ્વારા મંજૂર કરવામાં આવતા નવા ટ્રસ્ટી મંડળ ચાર્જ સંભાળી લેતા બોડેલી નગરમાં ચર્ચાનો વિષય ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.
      બોડેલી ની શિરોલાવાલા હાઈસ્કૂલ ના જમીન ના દાતા હિંમતલાલ હરગોવિંદલાલ શિરોલાવાલા ના વારસદારો આજીવન ટ્રસ્ટ માં રહેશે તેમ ટ્રસ્ટી મંડળના બંધારણમાં ચોખ્ખો ઉલ્લેખ કરવામાં આવે છે છે જેથી હિંમતલાલ શિરોલાવાલા ના વારસદાર ભાવેશભાઈ શિરોલાવાલાએ તેઓને ટ્રસ્ટી મંડળમાં સ્થાન ન આપી સતત તેઓની અવગણના કરતા તેઓએ ટ્રસ્ટીઓના નિર્ણયને પડકારીને જૂનું ટ્રસ્ટી મંડળ રદ કરીને બોડેલીના યુવાનો ને આવરી લેતું ૨૧ ટ્રસ્ટીઓનું નવું ટ્રસ્ટી મંડળ ચેરિટી કમિશનરમાં રજૂ કરી તેની નોંધણી કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી અને ચેરિટી કમિશનર દ્વારા જુના ટ્રસ્ટી મંડળ ને રદ કરી નવા ટ્રસ્ટી મંડળને મંજુરી આપી તેનો લેખિતમાં હુકમ આપતા બે દિવસ અગાઉ જ નવા ટ્રસ્ટી મંડળના સદસ્યોએ ભેગા મળી શિરોલાવાલા સ્કૂલ કમિટી ટ્રસ્ટનો ચાર્જ સંભાળી લીધો હતો અને આજે નવા ટ્રસ્ટી મંડળની પ્રથમ બેઠક સ્કૂલમાં આવેલ કમિટી ટ્રસ્ટની કચેરીમાં મળી હતી જેમાં નવા ટ્રસ્ટી મંડળનાં પ્રમુખ તરીકે  કંચનભાઈ પટેલ સાથે મંત્રી તરીકે ભાવેશ શિરોલાવાલા બે ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ શાહ એકતા અને ભરતભાઈ  શાહ, સહમંત્રી તરીકે પરેશ ભાવસાર અને ખજાનચી તરીકે ઉદય શાહ ની સવૉનુંમતે          વરણી કરવામાં આવી હતી જેને કમિટી ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓ તરીકે સમાવિષ્ટ થતા વિમલ કુમાર શાહ, ગિરીશકુમાર શાહ, આકાશકુમાર ઠક્કર, કાર્તિકકુમાર શાહ, રાજેનકુમાર પટેલ, જૈમિનકુમાર પટેલ, જીગ્નેશ કુમાર પટેલ, હેતલકુમાર શાહ, શાંતિલાલ પટેલ, મનીષકુમાર મેહતા, હસમુખભાઈ  શિરોલાવાલા, ધર્મેન્દ્ર શિરોલાવાલા, ગોપાલદાસ શાહ, હસનભાઈ ધાબાવાલા, તેમજ પ્રિતેશકુમાર શાહે આવકારી અભિનંદન પાઠવી સૌ સાથે મળી શાળાના તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનો ના સર્વાંગી વિકાસ માટે કામ કરવા ખાતરી આપી હતી.
આજે શિરોલાવાલા સ્કૂલ કમિટી ટ્રસ્ટના નવા ટ્રસ્ટી મંડળના સદસ્યોએ શાળામાં એક વિદ્યાર્થીની એ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા બનાવી શ્રીજીની સ્થાપના કરી હોય ગણેશજીની પૂજા અર્ચના કરી આશીર્વાદ પણ મેળવ્યા હતા અને શાળાના સર્વાંગી વિકાસ માટે શાળા પરિવાર સાથે વિચાર વિમર્શ પણ કર્યો હતો.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220902-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *