ગુજરાત ઇકોલોજી કમિશન, ગાંધીનગરના સહયોગથી શ્રી શ્રમભારતી ખાદી ગ્રામોધ્યોગ સેવા મંડળ સંસ્થા દ્વારા આ અઠવાડિયા દરમ્યાન બુધવાર, ગુરુવાર અને શુક્રવારના રોજ અનુક્રમે માંગરોળ તાલુકાના દિવરાણા, મક્તુપુર અને શીલ ગામે “પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી” વિષય પર શિબિર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સંસ્થાના પ્રતિનિધિ અને તાલીમકાર શ્રી બસીરભાઇ નોયડા અને સંજયભાઈ કાપડિયાએ તાલીમાર્થીઓને ઑડીયો વિડીયોના માધ્યમથી પર્યાવરણની જાળવણી લક્ષી વિસ્તૃત જાણકારી આપી હતી સરપંચશ્રીઓ, પર્યાવરણ પ્રેમીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો, મહિલાઓએ હાજર રહી પર્યાવરણ લક્ષી શિબિરમા સહભાગી થયા હતા તેમજ તેઓને પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી આધારીત ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ગ્રામ પંચાયતને ભેટ સ્વરૂપે સ્મૃતિ ચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું હતું તથા ત્રણેય ગામોના સરપંચશ્રીઓએ આ જ્ઞાનરૂપી શિબિરનુ આયોજન કરવા બદલ ગુજરાત ઇકોલોજી કમિશન ગાંધીનગરનો તથા સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો
રીપોર્ટર,, વિનુભાઇ મેસવાણિયા માંગરોળ .
