Gujarat

કેન્દ્રિય મંત્રીશ્રીએ જાહેર વિતરણ વ્યવસ્થા, અમૃત્ત સરોવર અને ફ્લેગશીપ યોજનાઓના અમલીકરણ અંગે માર્ગદર્શન આપ્યું

ભારત સરકારના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન એન્ડ ટેક્સટાઇલ મંત્રીશ્રી પિયુષ ગોયલે  જિલ્લાના પદાધિકારીઓ -અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

કેન્દ્રિય મંત્રીશ્રીએ જિલ્લાના વિકાસ પ્રોજેક્ટ અંગેનુ પ્રેજન્ટેશન નિહાળ્યું હતું. ઈન્ચાર્જ કલેક્ટર શ્રી મિરાંત પરીખે જિલ્લાના વિકાસ કાર્યો અને વિવિધ જનસેવાઓમાં અગ્રેસર એવા જૂનાગઢ જિલ્લાની વિગતવાર માહિતી આપી હતી. પ્રાંત અધિકારી શ્રી ભૂમિબેન કેશવાલાએ સેવાસેતુ અને અન્ય સેવાઓ અંગે જિલ્લાની સાફલ્યગાથા રજૂ કરતાં વિશેષ વિગતોથી કેન્દ્રિય મંત્રીશ્રીને વાકેફ કર્યા હતા.

        કેન્દ્રિય મંત્રીશ્રીએ કેન્દ્ર સરકારની યોજનાઓના સુચારૂ અમલીકરણ વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ રોડ, ગટર, ગિરનાર તીર્થક્ષેત્રમાં વિવિધ પ્રજાલક્ષી સુવિધા સહિતના મુદ્દે ત્વરિત કામગીરી કરવા સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. આ સાથે મંત્રીશ્રીએ સજીવ ખેતી અને તેના માર્કેટિંગ માટે ખેડૂતોને પ્રેરિત કરવા અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.

આ તકે પશુપાલન મંત્રીશ્રી દેવાભાઈ માલમ, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્યશ્રી જવાહરભાઈ ચાવડા, મેયરશ્રી ગીતાબેન પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શાંતાબેન ખટારીયા,  કલેક્ટર શ્રી મીરાંત પરીખ, મ્યુ. કમિશનરશ્રી રાજેશ તન્ના, પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી સહિતના અધિકારીઓ -પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *