નવીદિલ્હી
બિહારના મધેપુરાના ડીએસપીનો મોબાઇલ ફોન કોલગર્લ સપ્લાયર મહિલા પાસેથી મળ્યો છે. ત્યારે આ મામલે ચારેતરફ ચર્ચાઓ થઈ રહી છે. આ ઘટનાને લઈને એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં કથિત મહિલા સપ્લાયર દાવો કરી રહી છે કે, તે મધેપુરામાં કેટલાક પોલીસ અધિકારીઓને છોકરીઓ સપ્લાય કરે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો સહરસા ડીઆઈજી કાર્યાલયમાં બનાવવામાં આવ્યો છે. વીડિયોમાં મહિલા તેવું પણ કહી રહી છે કે, તેણે મધેપુરા સદર હોસ્પિટલની સામે આવેલા ડીએસપીના ઘરમાં પણ એક છોકરી મોકલી હતી. તેણે આ મોબાઇલ ચોરી કરી તેને આપ્યો છે. મહિલાનો દાવો છે કે, તેણે ઘણા પોલીસ અધિકારીઓને છોકરીઓ સપ્લાય કરી છે અને તે અત્યાર સુધીમાં અહીં ચારવાર છોકરીને મોકલી આપી છે. તેણે રૂપિયા મામલે કહ્યુ હતુ કે, ૩૦૦ રૂપિયા પ્રતિ કલાકના હિસાબથી સાહેબ લોકોને છોકરીઓ મોકલતી હતી. ત્યાં જ વધુ સમય સુધી છોકરીને રાખવા માટે તેણે ૫૦૦ રૂપિયા ચાર્જ કર્યો હતો. પરંતુ ઘણીવાર ‘કામ’ કર્યા પછી પણ રૂપિયા ન આપવામાં આવતા છોકરીએ મોબાઇલ ફોન ચોરી લીધો હતો. આ વીડિયો વાઇરલ થવાથી પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, તેને છોકરીઓ મોકલવાનો વધારાનો ખર્ચ અલગથી ૨૦૦ રૂપિયા જેટલો આપવો પડતો હતો. તેણે કહ્યુ હતું કે, સવાર-સવારમાં જાનકી એક્સપ્રેસથી જ તે લોકો સહરસા પરત ફરી જતા હતા. મહિલાએ એ પણ જણાવ્યું કે, તે લોકોના કપડાં-વાસણ માંજીને ઘરનું ગુજરાન ચલાવે છે. મધેપુરાના કેટલાય પોલીસ ઓફિસરને તે છોકરીઓ પહોંચાડતી હતી. મહિલાને સહરસા ડીઆઈજી ઓફિસમાં પૂછપરછ થઈ હતી. આ પૂછપરછનો વીડિયો હાલ વાઇરલ થઈ રહ્યો છે. તેમાં મહિલાઓ પોલીસ અધિકારીઓ પર કેટલાંક ગંભીર આક્ષેપ પણ કર્યા છે. પોલીસ અધિક્ષક (એસપી) રાજેશ કુમાર જ્યારે રજા પર ગયા હતા ત્યારે ડીએસપી અમરકાંત ચૌબેને એસપીનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. એસપી તેમનો મોબાઇલ ડીએસપીને આપીને ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, આ દરમિયાન ડીએસપીને એક છોકરીને તેના ઘરે બોલાવી હતી. ત્યારે જાેઈતા રૂપિયા ન મળવાથી છોકરી તકિયા નીચે રાખેલો મોબાઇલ લઈને જતી રહી હતી. આ દરમિયાન ડીઆઈજીએ એસપીના નંબર પર કોલ કર્યો તો ફોન સ્વીચ ઓફ આવ્યો. ત્યારબાદ ડીઆઈજીના આદેશથી ડીએસપી અમરકાંત ચૌબેએ મોબાઇલને સર્વેલન્સ પર મૂક્યો હતો. મોબાઇલનું લોકેશન સહરસામાં મળતા ડીઆઈજી પકડાઈ ગયા હતા. પોલીસ દ્વારા ટેક્નિકલ સર્વેલન્સના આધારે મધેપુરા એસપીનો ફોન શોધી નાંખવામાં આવ્યો હતો. આ સાથે જે મહિલા પાસેથી મોબાઇલ મળ્યો હતો તેને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. હાલ આ મામલે ડીએસપી રજા પર ઊતરી ગયા છે.

