Gujarat

ગાંધીનગર જિલ્લામાં ૧ લાખથી વધુ પશુઓને લમ્પી રોગથી સુરક્ષિત કરતી રસી અપાઇ

ગાંધીનગર
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના અંબોડ ગામમાં ૨૪ પશુઓને અઠવાડિયા અગાઉ લમ્પીના શંકાસ્પદ ચિહ્નો જાેવા મળ્યા હતા. હાલમાં તમામ પશુઓ સ્વસ્થ અને તંદુરસ્ત છે. ગાંધીનગર જિલ્લામાં તા.૩૧મી ઓગસ્ટની સુઘીમાં ૧ લાખ કરતાં વધું પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે, તેવું ગાંધીનગર જિલ્લા પશુપાલન અધિકારી એસ.એ.પટેલે જણાવ્યું છે. ગાંધીનગર જિલ્લા પશુપાલન અધિકારીએ જણાવ્યું છે કે, અંબોડ ગામમાં ૨૪ પશુઓમાં અઠવાડિયા અગાઉ લમ્પીના શંકાસ્પદ ચિહ્નાનો દેખાયા હતા. જેથી તા. ૧૭, ૧૮, ૨૦ અને ૨૨ ઓગસ્ટના રોજ અંબોડ ગામના કુલ- ૨૩૦ પશુઓ અને આનંદપુરા અંબોડ ખાતે ૩૦૦ પશુઓ મળી કુલ- ૫૩૦ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. પશુપાલન અધિકારીએ ઉમેર્યું છે કે, ગાંધીનગર જિલ્લામાં લમ્પી રોગ વિરોઘી રસીકરણની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તા. ૩૧મી ઓગસ્ટ સુઘીમાં ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં ૧૪ હજાર ૩૭૫ દેહગામ તાલુકામાં ૧૧ હજાર ૮૭૦ માણસા તાલુકામાં ૪૯ હજાર ૫૯૦ અને ગાંધીનગર તાલુકામાં ૩૧ હજાર ૩૯૨ પશુઓને રસી આપવામાં આવી છે. આ રસીકરણ અભિયાનમાં પશુપાલન ખાતા દ્વારા ૫૭ હજાર ૭૫૨ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. તેમજ દૂઘસંઘ દ્વારા ૩૫ હજાર ૬૪૫ પશુઓનું અને ખાનગી સંસ્થાઓ દ્વારા ૧૩ હજાર ૮૩૦ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *