Gujarat

ઉમરગામ ખાતે ભાઠી કરમબેલીના સરપંચ સહિત ૨૦૦ કોંગી ભાજપમાં જાેડાયા

ઉમરગામ
ઉમરગામ તાલુકાનું કરમબેલી ગામ મહારાષ્ટ્રના સીમાડાને અડીને આવેલું ગામ છે વર્ષોથી આ ગામ કોંગ્રેસનું ઘઢ હતું. ગત ચૂંટણીમાં કોંગ્રેસ સમર્થિત વ્યક્તિ સરપંચ તરીકે પણ ચૂંટાયો હતો. જાેકે આ ગામના સરપંચ સહિત ૨૦૦ થી વધુ કાર્યકર્તાઓ એક સાથે ભાજપમાં જાેડાતા આ ગામ હવે ભાજપનું ઘઢ બની ગયું છે. ધારાસભ્ય રામલાલ પાટકર ની હાજરીમાં એક સાથે ભાજપનો ખેસ પહેરી તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓ ભગવો ધારણ કરી ભાજપમાં જાેડાયા હતા તેમનું પાર્ટીના પ્રમુખ દિલીપ ભંડારીએ સ્વાગત કર્યું હતું. સ્થાનિક કાર્યકર્તા રાજુભાઈ રાઉતે ગામમાં પધારેલા પાર્ટીના હોદ્દેદારો તેમજ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો.

Page-38.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *