મુખ્યબજારમાં શોભાયાત્રા બાદ મહાઆરતી થશે…..
જુનાગઢ જિલ્લાના વંથલી શહેરમાં ભાદરવા સુદ બારસે દૈત્ય રાજાબલીનું ગર્વ ખંડન કરવા અને દરેક માનવનો ઉદ્ધાર કરવા અને અધર્મ નો નાશ કરી ધર્મની સ્થાપના કરવા માટે વામન ભગવાનનો અવતાર થયો હતો.આ વામન ભગવાનના અવતારને વિષ્ણુ ભગવાનનો પાંચમો અવતાર માનવામાં આવે છે. ભગવાન વામન નું ભારત જ નહી પરંતુ વિશ્વમાં એક માત્ર મંદિર વામનસ્થલી(વંથલી)ખાતે આવેલું છે. વંથલી શહેરની અંદર દર વર્ષે શહેરના મુખ્યમાર્ગ પર ધામેધુમે ભવ્ય શોભાયાત્રા નીકળે છે.પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી જેવી ભયંકર બીમારીને ધ્યાને રાખી શોભાયાત્રાનું આયોજન કરવામા આવ્યું ન હતું.પરંતુ આ વર્ષે એટલે કે આજે વામનજયંતિના પાવન પર્વ પર ભવ્ય શોભાયાત્રા વંથલી શહેરની મુખ્યબજારમાં નીકળશે બાદમાં સમગ્ર વિશ્વભરમાં એક માત્ર વંથલી ખાતે આવેલ વામન ભગવાનના મંદિરે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.વામન ભગવાન પર અનેક લોકોની અપાર શ્રદ્ધા અને આસ્થા જોડાયેલ છે.
અહેવાલ:હાર્દિક વાણીયા વંથલી
