Gujarat

કઠલાલ ના પીઠાઇ મેળા માં પોલીસ કર્મીઓ સાથે ઘર્ષણ.

રીપોર્ટર.મકસુદ કારીગર.ખેડા-કઠલાલ
કઠલાલ તાલુકાના પિઠાઈ ગામે પીઠેશ્વરી માતાના મંદિરનો મેળો ચાલી રહ્યો હતો. આ મેળામાં કઠલાલ તેમજ  કપડવંજ ના પોલીસ કર્મીઓ ફરજ પર હાજર હતા. જ્યારે અહીંના બીટ જમાદાર અરવિંદભાઈ પણ હાજર હતા. આ દરમિયાન ગઈકાલે  સવારના સમયે મેળા માં ચકડોળ વાળા વિસ્તારમાં  બૂમરાણ નો અવાજ આવતા બીટ જમાદાર અરવિંદ ભાઈ અને અન્ય પોલીસ કર્મીઓ તે બાજુમાં તપાસ અર્થે ગયા  આ દરમિયાન નાવડીવાળા ચકડોળના ભાગે ગામના પૂર્વ સરપંચ બાબુભાઈ  ઉર્ફે ભગા ભાઈ અમરાભાઇ પરમારનો દીકરો ઋત્વિક અને ગામના અન્ય યુવાન ભરતભાઈ ઉર્ફે ભાથીભાઈ પરમાર આ બંને નાવડીમા ચકડોળની લાઈનમાં ધક્કા મુકી  કરતા હતા અને જોર જોરથી ચકડોળ વાળાને અપશબ્દો ગાળો બોલતા  હતા.
ત્યારબાદ અરવિંદભાઈની સાથે આવેલા પોલીસ કર્મીઓએ આ બન્ને યુવાનોને આમ ન કરવાનું કહ્યું. અને ન માનતા આખરે આ બંને યુવાનોને લાઈનમાંથી બહાર લાવતા હતા. જેથી આ બંને એ પોલીસ ને જેમતેમ અપશબ્દો બોલાવા લાગ્યા ઉપરાંત જ્ઞાતી વિરુદ્ધ બોલવા લાગ્યા હતા અને અપમાનિત કરી તેઓ સ્થળેથી જતા રહ્યા હતા.
દસેક મિનિટ બાદ ઋત્વિકના પિતા જેઓ પૂર્વે સરપંચ ચૂક્યા છે તે બાબુભાઈ ઉર્ફે ભગાભાઈ અમરાભાઇ પરમાર સાથે અન્ય લોકોનું ટોળુ લાકડી ઠંડા સાથે સ્થળ ઉપર ધસી આવ્યું અને પોલીસ સાથે ધર્ષણ કર્યું હતું. અને પોલીસ કર્મીઓને મારમાર્યો હતો.
પૂર્વ સરપંચ પોલીસને કહેવા લાગેલા કે તે મારા દીકરાને લાઈનમાંથી કેમ બહાર કર્યો? તું જાણે છે. અમે ક્ષત્રિય છીએ અને તું કોણ છે એની મને ખબર છે.તને તો અમારી બીટ માંથી બદલીજ નાખવો જોઈએ અમારા ગામમાં બીટ જમાદાર તારા જેવો  ના હોવો જોઈ આવી વાતો કરી  કરી પોલીસ કર્મી  અરવિદભાઈ ને ધકકો માર્યો હતો અને અન્ય લોકો પોલીસ કર્મીઓને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા.
ટોળામાં આવેલ એક વ્યક્તિએ  પોલીસ કર્મીને માથાના ભાગે લોખંડની એંગલ ફટકાવી દીધી હતી જેના કારણે  આ પોલીસ કર્મી ને માથામાં પાંચ ટાંકા આવ્યા છે. પોલીસ કર્મચારી અરવીંદભાઈને કઠલાલ પોલીસ મથકે આ સંદર્ભે પૂર્વ સરપંચ બાબુભાઇ ઉર્ફે ભગાભાઈ અમરાભાઇ પરમાર, દિન ઉર્ફે  ગલિયો અંબુભાઈ પરમાર, ઋત્વિક બાબુભાઈ ઉર્ફે ભગા પરમાર,બ્રિજેશભાઈ પરમાર , ભરત ઉર્ફે ભાથી રસિકભાઈ પરમાર, ભગવાન અમરાભાઇ પરમાર, બીપીન પૂજાભાઈ પરમાર, ધનજી રબારીના બે દીકરાઓ સહિત કુલ 10થી 12 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

Screenshot_2022-09-06-14-35-33-47_d42880649a00c9801c9724ee5930d224.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *