Gujarat

સાવરકુંડલા શહેરમા આવેલ સરકારી પ્રાથમિક શાળા બ્રાંચ શાળા નંબર પાંચમાં કૃષ્ણકુમારસિંહજી ગોહિલ દ્વારા ફળિયા શિક્ષણનો અભિનવ શિક્ષણ પ્રયોગ. ભારતીય ઋષિ પરંપરાની ગુરુકુળ પધ્ધતિને શૈક્ષણિક કાર્ય દ્વારા સાકાર કરવાનો નમ્ર પ્રયાસ.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
ફળિયા શિક્ષણ વર્ષો જૂની ઋષિ મુનિઓ સમયની સર્વશ્રેષ્ઠ પધ્ધતિ છે જયારે ગુરુકુળના પટાંગણમાં ઋષિમુનિઓ દ્વારા શિષ્યને અભ્યાસ કરાવામાં આવતો હતો,શાળાનાં પટાંગણ કે કોઈ મોટા ફળિયા ગામનો ચોરો કે કોઈ જાહેર જગ્યાએ બાળકોને એકઠાં કરીને શિક્ષક દ્વારા ભણાવવામાં આવતી વર્ષો જુની શિક્ષણ પધ્ધતિ આજે ફરી ફળીયા શિક્ષણ તરીકે પ્રયત્નોમાં લાવવામાં  આવી છે,સાવરકુંડલાની બ્રાન્ચ શાળા નંબર ૫ માં કુષ્ણકુમારસિંહજી ગોહિલ દ્વારા ફરી ફળીયા શિક્ષણનો અભ્યાસ કરાવાનાં પ્રયત્નો સાકાર કર્યાં છે,શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓને જ્ઞાન આપવું રમતો સહિતની પ્રવૃત્તિ ફળીયા શિક્ષણ દ્વારા કરાવામાં આવી છે,સ્વચ્છ શાળાના વાતાવરણમાં શરૂ કરાયેલા ફળિયા શિક્ષણમાં ધીમે ધીમે વધુને વધુ વિદ્યાર્થીઓની કેળવણી અને જીજ્ઞાસા જાગે તે માટેનાં પ્રયત્નો. કુષ્ણકુમારસિહજી દ્વારા કરવામાં આવી રહ્યા છે, વિદ્યાર્થીઓ ઉત્સાહભેર શિક્ષણ કાર્યમાં ભાગ લઈ રહ્યા છે. શાળાના સંચાલકો પર આસપાસના વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા શુભેચ્છા અને અભિનંદનની વર્ષા થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *