સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમા સદભાવના ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે ગણેશ યજ્ઞ કરવામાં આવ્યો. દરરોજ બ્રાહ્મણો દ્વારા અથર્વશિશના પાઠ કરવામાં આવે છે તથા દરરોજ ગણપતિ દાદાને અલગ અલગ શણગાર પણ કરવામાં આવે છે. જેમાં આજરોજ દાદાને ફુગ્ગાનો શણગાર કરવામાં આવ્યો. તેમજ નાના ધોરણ ૧ થી ૫ ના વિદ્યાર્થીઓ માટે ગણેશ પેઇન્ટિંગ કોમ્પીટિશન યોજવામાં આવી , સાથોસાથ માટીના ગણેશની સ્પર્ધા પણ યોજવામાં આવી. જેમાં ૧૫૦ થી પણ વધારે બાળકોએ ભાગ લીધો હતો, તમામ બાળકોને ૧ થી ૩ નંબર તથા ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.
