Gujarat

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત છોટાઉદેપુર ખાતે કાર્યરત સખી વન સ્ટોપ કેન્દ્રની વધુ એક સરાહનીય કામગીરી સામે આવી છે,પોતાના પરિવારથી વિખૂટી પડેલી એક મહિલાનું તેના પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું છે,

 દસ દિવસ પૂર્વે છોટાઉદેપુર તાલુકાના કાછેલ ગામમાં નિસહાય એક મહિલા ફરતી હોવાની ગામલોકોએ 181 ને જાણ કરતા 181ની ટીમે આ મહિલાને સખી વન સ્ટોપ કેન્દ્ર ને સુપ્રત કરી ,સખી વન સ્ટોપના સંચાલકો અને કર્મીઓ દ્વારા મહિલાનું કાઉન્સિલિંગ કરતા મહિલા સામાન્ય માનસિક અસ્વસ્થ હોવાનું લાગ્યું, છતાંય સતત કાઉન્સિલિંગ કરતા મહિલાનું નામ અને ગામનું નામ જાણી શકાયું ,મહિલા મધ્ય પ્રદેશની હોવાનું માલુમ પડતા મધ્યપ્રદેશથી શાકભાજી વેચવા છોટાઉદેપુર આવતી માહિલાઓને બોલાવીને પણ કાઉન્સેલિંગ કરાવી મધ્યપ્રદેશ ના અલીરાજપુર પોલીસ ને જાણ કરતા  સોસીયલ મીડિયા થકી ગુજરાતના વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાની તરસ્વા વસાહત માં રહેતા મહિલાના પરિવારને જાણ થતા મહિલાના પતિએ છોટાઉદેપુર સખી વન સ્ટોપ કેન્દ્રનો સંપર્ક કર્યો હતો અને તેને લેવા છોટાઉદેપુર સખી વન સ્ટોપ કેન્દ્ર ખાતે આવી પહોંચ્યા હતા, 9 દિવસથી ગુમ થયેલ કિલ્લા બેન ના ચાર સંતાનો છે અને લગ્ન જીવનના 10 વર્ષ બાદ તેઓમાં સામાન્ય માનસિક અસ્વસ્થતા આવી ગઈ હતી, પરિવાર દ્વારા સારવાર માટેના અનેક પ્રયત્નો કરાયા પણ સ્વસ્થ ન થયા , કિલ્લાબેન અવાર નવાર ઘરેથી નીકળી જતા પણ નજીક નજીકના વિસ્તારમાંથી મળી આવતા પરંતુ આ વખતે તે ચાલતા ચાલતા છેક છોટાઉદેપુર પહોંચી ગઈ હતી,પોતાના ચાર સંતાનોની માતા અને પત્ની હેમખેમ મળી જતા અસ્વસ્થ મહિલાના પતિની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા,        ભારત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં કાર્યરત સખી વન સ્ટોપ કેન્દ્ર કે જયાં ઘરેલુ હિંસાથી પીડિત, નિઃ સહાય, નિરાધાર મહિલાઓને પોલીસ સહાય,તબીબી સહાય, કાઉન્સિલિંગ,કાયદાકીય સહાય આપવાની સાથે રહેવા જમવાની સગવડ સાથે હંગામી આશ્રય આપવામાં આવે છે, છોટાઉદેપુર સખી વન સ્ટોપ દ્વારા અગાઉ પણ ગુજરાત અને ગુજરાત બહારની પરિવારથી વિખૂટી પડેલ અનેક મહિલાઓનું તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે, ઘરેલુ હિંસાના અનેક કેસોનું સફળતા પૂર્વક સમાધાન કરી મહિલાઓને મદદરૂપ બની છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area

IMG_20220907_171609.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *