ગિરગઢડા
ભરત ગંગદેવ
ગીર ગઢડા તાલુકાના નીતલિ ગામે રહેતા અને માલ ઘોર ચરાવી પોતાનું ગુજરાન ચલાવતા લાખાભાઈ કાનાભાઈ આલ (રબારી) ઉંમર 70 જે નિતલિ ગામની સીમમાં લાહિ કાદી વિસ્તારમાં માલ ઘોર ચરાવતા હોય ત્યારે અચાનક વાતાવરણ માં પલટો આવતા વીજળી નાં કડાકા ભડાકા સાથે ધીમી ધારે વરસાદ ચાલુ થયો હતો ત્યારે લાખાભાઇ આલ ઉપર અચાનક વીજળી પડતાં ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું આ ઘટનાની જાણ ગામલોકોને થતા ગામલોકો ઘટના સ્થળે દોડી પહોંચ્યા હતા અને પીએમ માટે ગીર ગઢડા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યાં


