Gujarat

સરકાર માન્ય ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા કવિ  રાજુભાઈ રબારીના વરદ હસ્તે અમદાવાદ ખાતે કલાકારોનું સન્માન કરવામાં આવ્યું.  

ગિરગઢડા
 ભરત ગંગદેવ
અમદાવાદના વિસ્તાર ઘી-કાંટા શ્રી રામદેવ નિકલંક મંદિર ખાતે શ્રી રામદેવ નવરાત્રી મહોત્સવનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. જેમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોના નામી-અનામી કલાકારો દ્વારા પોતાની આગવી સહેલીમાં ભજન સંતવાણીની રજૂઆત કરવામાં આવે છે ત્યારે આ વખતે પણ ખૂબ સુંદર રીતે રામદેવપીર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વખતની શ્રી રામદેવ નવરાત્રી મહોત્સવમાં ગુજરાતના નામાંકિત એવા કલાકાર જેવોએ ભજન અને સાહિત્ય જગતમાં છેલ્લા ૪૦ થી ૪૫ વર્ષથી રામદેવપીર નવરાત્રીમાં જુદા જુદા સ્થળો પર રામદેવપીર મંદિરોમાં પોતે ભજન સાહિત્યનું જતન કરીને સેવાઓ આપી રહ્યા છે એવા મોનાજી બારોટની સેવાને બિરદાવા માટે ગાંધીનગર ગુજરાત સરકાર માન્ય દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાટીયા શહેરની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા અમદાવાદ ઘી-કાંટા શ્રી રામદેવ નવરાત્રી મહોત્સવમાં શ્રી મોનાજી બારોટનું કવિ શ્રી રાજુભાઈ રબારીના વરદ હસ્તે સન્માન પત્ર અને પ્રમાણપત્ર તથા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું તથા અન્ય કલાકારો નું પણ સન્માન કરવામાં આવેલ સંસ્થાના અધ્યક્ષ શ્રી કમલેશ આર. બથીયા તથા સંસ્થાની સમિતિ દ્વારા ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવી હતી તથા ઠેર ઠેર થી શુભેચ્છા, અભિનંદન વર્ષા થઈ રહેલ છે.

IMG-20220906-WA0446.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *