ઉના તાલુકામાં ઉના સોરઠીયા પ્રજાપતિ (કુંભાર) જ્ઞાતિ ટ્રસ્ટની જ્ઞાતિની વાડી કુંભા૨વાડામાં મહાકાલેશ્વર મંદીરની બાજુમાં આવેલ છે. જ્ઞાતિની વાડીમાં તા. 4 સપ્ટે.ના રોજ 13 (તે૨) માં સમુહ લગ્ન અંગે જ્ઞાતિના પ્રમુખ નાનજીભાઈ રામજીભાઈ કિડેચાએ કારોબારી સભ્યોને બોલાવી મીટીંગનુ આયોજાયેલ જેમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિના કારોબારી સભ્યો હાજર રહેલા હતા. અને સર્વાનુમતે નકકી થયા મુજબ શ્રીબાઈ આશ્રમ-તાલાલા ખાતે આવેલ શ્રીબાઈ મંદીરના નવ નિમાર્ણ બાંધકામ થતું હોય જેથી શ્રીબાઈ આમ તાલાલા ખાતે ભવ્ય સમુહ લગ્નનુ આયોજન કરેલ હોય અને સમુહ લગ્નમાં આવેલ રકમ શ્રીબાઈ આશ્રમ -તાલાલાના મંદીરના નવ નિર્માણ માટે ઉપયોગમાં લેવાની હોય જેથી તેમાં સહયોગ આપવા ઉના સોરઠીયા પ્રજાપતિ (કુંભાર) જ્ઞાતિ ટ્રસ્ટ ધ્વારા આયોજીત ૧૩ (તેર)માં સમુહ લગ્ન આ વર્ષે બંધ રાખવા સર્વાનુમતે નિર્ણય લેવામાં આવેલ છે.
જ્ઞાતિના પ્રમુખ દ્વારા ઠરાવ કરવામાં આવેલ છે. શ્રીબાઈ આશ્રમ- તાલાલામાં યોજનાર સમુહ લગ્નમાં નોંધણી કરાવા ઈચ્છુક વ્યકિતઓએ તાલાલા પ્રજાપતિ કુભાર જ્ઞાતિ પ્રમુખ મો. ૯૮૭૯૧ ૮૫૫૪૧ તેમજ ઉનાના પ્રજાપતિ કુંભાર જ્ઞાતિ પ્રમુખ નાનજીભાઈ આર. કિડેચાના મો. ૯૮૨૫૪૦૯૭૯૦ ઉપર નોંધણી કરાવવી. ઉપરોકત મુજબ શ્રીબાઈ આશ્રમ-તાલાલ ખાતેથી યોજાનાર સમુહ લગ્નમાં તમામ જ્ઞાતિજનોએ હાજરી આપવી તેમજ સાથ સહકાર આપી યોજનાર સમુહ લગ્નને સફળ રીતે પરી પુર્ણ થાય તેમ ઉના સોરઠીયા પ્રજાપતિ (કુંભાર) શાતિ ટ્રસ્ટ-ઉનાના પ્રમુખ નાનજીભાઈ આર.કિડેચાની યાદીમાં જણાવાયું છે.
