ઊના – ગીરગઢડાના થોરડી ગામે વ્યાજખોરના ત્રાસથી એક વિધવા મહીલાએ ઝેરી દવા પી આપધાત કરવાનો પ્રયાસ કરતા ગંભીર હાલતમાં મહીલાને સરકારી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડાયેલ ત્યાથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં દાખલ કરાયેલ છે. આ બાબતે પોલીસ મહીલાનુ નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
થોરડી ગામે રહેતી વિધવા મહીલા કુસુમબેન પુનાભાઇ વોરાના પતિ પુનાભાઈ વોરાએ અગાઉ દશેક વર્ષ પહેલા પોતાની ખેતીની જમીન સાડા સોળ વીઘા આવેલ હોય આ જમીન પર તાલાળા તાલુકાનાં આંકોલવાડી ગામે રહેતા અજય મેરામ મકવાણાને ગીરોખતથી જમીન પર રૂ. 30 લાખ 20 ટકા લેખે વ્યાજે લીધેલ હોય આ રૂપિયા વ્યાજ સાથે અજય મકવાણાને આપી દીધેલ હોવા છતાં વ્યાજખોર અજય મકવાણા પોતાના પતિને ધાકધમકી આપી મરવા માટે મજબૂર કરતો હોય અને તે સહન ન થતાં વિધવા મહિલાને પણ વ્યાજખોર દ્રારા ત્રાસ અપાતો હોય અવાર નવાર પોલીસમાં વ્યાજખોર સામે અરજી કરવા છતાં કોઇ કાર્યવાહી ન થતાં અંતે કંટાળી જઇ મોત વ્હાલું કરવા એક પાનાની સુસાઈટ નોટ લખી ઝેરી દવા ગટગટાવી લેતા ગંભીર રીતે બેભાન હાલતમાં થઇ ગયેલ હોવાથી તાત્કાલીક સારવાર હેઠળ સરકારી હોસ્પિટલમાં ખસેડાયેલ ત્યાર બાદમાં વધુ સારવાર અર્થે ખાનગી ખસેડવામાં આવેલ છે. જ્યા તેમની સારવાર ચાલુ હોય અને આ બાબતે ગીરગઢડા પોલીસે મહિલાનુ નિવેદન નોધી વ્યાજખોરો વિરૂધ્ધ પોલીસે ફરિયાદ નોધવા તજવીજ હાથ ધરેલ છે..
મહીલાએ લખેલ સુસાઈટ નોટ..
જિંદગીમાં જીવવું કોને ગમતું નથી બધાને ગમે છે મારે પણ મરવું નહોતું પણ મને મરવા માટે મજબૂર કરનાર તાલાળા તાલુકાના આકોલવાડી ગામનો અજય મેરામ મકવાણા મને મરવા મજબૂર કરેલ છે. મારી ખેતીની જમીન સાડા 16 વીઘા જેના ઉપર ગીરોખતથી મારા પતિ પુનાભાઈ વોરા જીવતા હતા. તે સમયે રૂ.30 લાખ રૂપિયા 20 ટકા વ્યાજે લીધેલ હતા. આ રૂપિયા વ્યાજ સાથે પરત આપેલ હોવા છતાં વ્યાજખોર અજય મેરામ મકવાણા એ મારા પતિને ધાકધમકી આપી મરવા માટે મજબૂર કરેલ હતા. અને આ જમીનનો ગીરોખતને બદલે વેચાણ દસ્તાવેજ કરી લીધા છે. મારા પતિના મૃત્યુ બાદ મને જમીનની જાણ થતા મારી જમીન પરત મેળવવા માટે અજય મેરામને ખૂબ આજીજી કરેલ તેમ છતાં આજ દિન સુધી મને દસ્તાવેજ કરી આપેલ નથી. અને મારી પાસેથી જમીનનો કબ્જો બળજબરી પૂર્વક જુટવી લઈ મને તથા મારા પરિવારને નોંધારા કરી અને આ અજય મેરામ એ અમારા પરિવાર ઉપર છેતરપિંડી કરેલ છે. મેં ન્યાય માટે સરકાર અને પોલીસ વિભાગને ખૂબ જ લેખિત અને રૂબરૂ અરજીઓ કરેલ તેમ છતાં મને ન્યાય મળેલ નથી. જેથી મારે આ અઘટીન પગલું લેવાની ફરજ પડેલ છે.
મારી જમીન ઉપર વ્યાજે લીધેલા પૈસા અમને લોકોએ સંપૂર્ણ ચૂકવી આપેલ છે. જેથી આવા વ્યાજખોર લોકો અમારા જેવા નોંધારા પરિવારને મરવા મજબૂર કરે છે. મારું મરવાનું કારણ માત્ર અજય મેરામ એ મારી સાડા સોળ વીઘા જમીન અને રૂ. 43 લાખ 50 હજાર આ બંને પચાવી પડેલ છે જેથી મને ન્યાય મળતો નથી. પરંતુ મારા મૃત્યુ બાદ આ સાડા સોળ વીઘા જમીન અજય પાસેથી મારા પુત્રને અપાવજો એવી મારી માંગણી છે. હું મરવા માંગતી ન હતી પરંતુ મને અજય મરોમણે મરવા મજબૂર કરેલ છે. જેથી આ વ્યક્તિ ઉપર ફરિયાદ દાખલ થાય તોજ મારા આત્માને શાંતિ મળશે.. કુસુમબેન પુનાભાઈ વોરા…


