Gujarat

સાવરકુંડલા શહેરમા ગઈકાલે તારીખ ૧૦ મી સપ્ટેમ્બરના રોજ રાત્રે સાડા આઠ વાગ્યે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. અડધી કલાકમાં દોઢેક ઈંચ પાણી પડયું.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આજની તસવીર જોઈને કોણ એમ કહી શકે કે ગઈકાલે રાત્રે સાવરકુંડલા શહેરમાં જોરદાર ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હશે?  સાવરકુંડલા શહેરમા ગઈકાલે તારીખ ૧૦ મી સપ્ટેમ્બરના બરાબર સાડા આઠ આસપાસ વીજળી અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. લગભગ અડધી કલાકમાં તો સમગ્ર શહેરને પાણી પાણી કરી દીધું. લગભગ દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો હોવા છતા વાતાવરણમાં ઉકળાટ જોવા મળતો હતો. હા વીજળીરાણી પણ રિસાય ગયા હતા આજે સવારથી તો પાછું આકાશ બિલકુલ સ્વચ્છ જોવા મળ્યું જાણે ચોમાસું ગાયબ એવાં ધોમધખતો બળબળતો તાપ અનુભવવા મળેલ. જો કે બપોર થતાં ફરી પાછા વાદળો ઘેરાવા લાગ્યા છે. આમ ગણો તો વરસાદની આ અણધારી પેટર્ન પણ હવે ચિંતાનો વિષય બની ગઈ છે. ગ્લોબલ વોર્મિંગ માટે ઉપચાર કરવાની ડાહ્યી ડાહ્યી વાતો કરનારા નેતાઓ જ અવનવા કાર્યક્રમો હેઠળ હજારો લોકોની માનવ મેદની એકઠી કરતાં જોવા મળે છે ત્યારે એક વાત તો સ્પષ્ટ છે કે ગ્લોબલ વોર્મિંગ બદલતી હવામાનની પેટર્ન લાંબેગાળે સમગ્ર માનવજાતને મુશ્કેલીમાં તો નહીં મૂકે ને?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *