Gujarat

જેતપુર પાવી પોલીસ દ્રારા અલગ અલગ પોલીસ સ્ટેશનની ચાર મોટર સાયકલો સહીત બે આરોપીઓને પકડી પાડવામા આવ્યા. 

 ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામા બનતા મિલ્કત સબંઘી ગુનાઓ અટકાવવા તેમજ અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસતા ફરતા આરોપીને પકડી પાડવા તેમજ પ્રોહીબીશનની પ્રવુતી સદંતર નાબુદ કરવા જીલ્લાના તમામ થાણા અઘિકારીઓને સુચના કરેલ હોય

  જે આઘારે એ.વી.કાટકડ ,નાયબ પોલીસ અઘિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એચ.આર.જેતાવત પોલીસ સબ ઈન્સ્પેકટર જેતપુર પાવી પોલીસ સ્ટેશન નાઓ પોલીસ સ્ટાફ સાથે જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારમા રાત્રી સમય દરમ્યાન મોટીબેજ ખાતે વાહન ચેકીંગમા હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે કેટલાક ઈસમો પોતાની મોટર સાયકલો ઉપર ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ લઈને આવે છે તેવી હકીકત આઘારે મોટીબેજ ગામે રોડ ઉપર રાયપુર તરફ જવાના ત્રણ રસ્તા પાસે વોચમા હતા તે વખતે આરોપીઓ પાસેથી ભારતીય બનાવટની નાની મોટી બોટલ નંગ ૩૧૨ જેની કિ રૂ. ૬૯,૦૦૦/- તથા મોટર સાયકલો નંગ-૦૪ જેની કિ રૂ.૧,૪૦,૦૦૦/- મળી કુલ કિ રૂ.૨,૦૯,૦૦૦/-ના મુદામાલ સાથે બે ઈસમોને પકડી પાડવામા આવેલ તેમજ સદર ઈસમો પાસેથી મળી આવેલ મોટર સાયકલો બાબતે પોકેટ કોપ મોબાઈલમા સર્ચ કરતા કરતા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારની ચોરી કરેલ મોટર સાયકલો હોવાનુ તપાસમા જણાઈ આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220911-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *