Gujarat

છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીનું આજે પરિણામ આવ્યું છે પ્રમુખ તરીકે ગુલાબ પેનલના શૈલેષભાઈ રાઠવા નો 229 મતે વિજય થયો છે જ્યારે અન્ય હોદ્દાઓ ઉપર મશાલ પેનલના ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે.

ગઈકાલે છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘ અને તાલુકા પ્રાથમિક ઘટક શિક્ષક સંઘની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ગુલાબ પેનલ અને મશાલ પેનલ વચ્ચે સીધી સ્પર્ધા હતી.તાલુકા ઘટક સંઘની ગઈકાલેજ મતગણતરી કરી દેવાઈ જેમાં છોટાઉદેપુર તાલુકા ઘટક સંઘમાં આખી મશાલ પેનલ વિજેતા બની,જ્યારે આજે જિલ્લા ઘટક સંઘની મતગણતરી થઈ જેમા શિક્ષકોએ આપેલા કુલ 4059 મત માંથી ગુલાબ પેનલના પ્રમુખ પદના ઉમેદવાર શૈલેષ રાઠવાને 229 મતોની સરસાઈ મેળવી વિજય થયા છે જ્યારે ઉપ પ્રમુખ, મહામંત્રી સહિત 12 હોદ્દાઓ ઉપર મશાલ પેનલના ઉમેદવારોનો વિજય થયો છે.  જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ચાલુ પ્રમુખ એવા મશાલ પેનલના રમણ રાઠવાનો પરાજય થયો છે. ગુલાબ પેનલના પ્રમુખ અને મશાલ પેનલના વિજેતા ઉમેદવારો સમન્વય થી શિક્ષકોના હિતમાં કામ કરશે તેવું વિજેતા શૈલેષ રાઠવાએ જણાવ્યું છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220911-WA0033.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *