Delhi

જ્ઞાનવાપી પર મુસ્લિમ પક્ષની નકારી કાઢી અરજી, ર્નિણય હિંદુ પક્ષના હકમાં આવ્યો

નવીદિલ્હી
જ્ઞાનવાપી મસ્જિદ અને શૃંગાર ગૌરી મામલેમાં વારાણસી જિલ્લા કોર્ટ આજે ચૂકાદો સંભળાવ્યો હતો. હિંદુ પક્ષમાં વારાણસી જિલ્લા કોર્ટે ચૂકાદો સંભળાવ્યો છે. આગામી સુનાવણી ૨૨ સપ્ટેમ્બરના રોજ થશે. મુસ્લિમ પક્ષની અરજી નકારી કાઢી છે. કોર્ટે કહ્યું કે કેસ સાંભળવામાં યોગ્ય છે. કાશી વિશ્વનાથ ધામ ક્ષેત્ર-જ્ઞાનવાપી પરિસર છાવણીમાં ફેરવાઇ ગયું છે. કોર્ટે હિંદુ પક્ષની અપીલ સ્વિકાર કરી લીધી છે. કેસમાં આગામી સુનાવણી ૨૨ સપ્ટેમ્બરના રોજ થશે. કોર્ટમાં મુસ્લિમ પક્ષ ચૂકાદા દરમિયાન મુસ્લિમ પક્ષ હાજર ન હતો. હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે કોર્ટે મુસ્લિમ પક્ષની અરજીને નકારી કાઢી છે અને કહ્યું કે જીેૈં મેનટેનેબલ છે. કેસની આગામી સુનાવણી ૨૨ સપ્ટેમ્બરના રોજ થશે. જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં અરજીકર્તા સોહન લાલ આર્યએ કહ્યું કે ‘આ હિંદુ સમુદાયની જીત છે. કોર્ટ આગામી સુનાવણી ૨૨ સપ્ટેમ્બરના રોજ કરશે. તેમણે લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. કોર્ટનો હિંદુ પક્ષમાં ચૂકાદો સાંભળ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ખુશીની લહેર દોડી ઉઠી હતી. હિંદુ લોકોનું કહેવું છે કે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થયો. તેની ઘણા સમયથી આતુરતાથી રાહ જાેવાતી હતી.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *