ગિરગઢડા
ભરત ગંગદેવ
ઉના – ગીર ગઢડા તાલુકાના ઘણા ગામો જંગલ ની બોર્ડર પર આવેલા છે જેથી વન્ય પ્રાણીઓ ની નાની મોટી સમસ્યા ગ્રામજનો દ્વારા ફોરેસ્ટ વિભાગને ફરિયાદ કરવામાં આવે છે અને ફોરેસ્ટ ઓફિસર દ્વારા લોકોની સમસ્યા નિવારવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ થોડા સમયથી ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા વન રક્ષક (ફોરેસ્ટ ગાર્ડ) અને વનપાલ (ફોરેસ્ટર) સરકાર સામે આંદોલન કરી રહ્યા છે ત્યારે ભાચા ગામે કાર્યરત સર્વ જીવ, વન, પર્યાવરણ સેવા ટ્રસ્ટ જસાધાર રેન્જમાં ફરજ બજાવતા આર.એફ.ઓ. ભરવાડ સાહેબ નાં સંકલન માં રહી ગીર જંગલ ની બોર્ડર પર આવેલા ગ્રામજનો ને વન્યપ્રાણી થી કોઈ નુકશાન કે જાનહાનિ થાય નહી તેની દરકાર રાખી રહ્યું છે. જો આપના ગામની આજુબાજુ કોઈ વન્ય પ્રાણીઓ જોવા મળે તો તેનાથી ડરવા અને ગભરાવા ને બદલે તે ક્યાં છે તેના પર ધ્યાન રાખી તેની પજવણી કે મારી નાખવાને બદલે અમોને જાણ કરશો તો અમો સર્વ જીવ, વન, પર્યાવરણ સેવા ટ્રસ્ટ દ્વારા ફોરેસ્ટ વિભાગને સાથે રાખીને તેનું રેસ્ક્યુ કરી તે વન્યપ્રાણી ને જંગલમાં સહી સલામત છોડવામાં આવશે. આ માટે સર્વ જીવ, વન, પર્યાવરણ સેવા ટ્રસ્ટના પ્રમુખ અબ્બાસભાઈ બ્લોચ 9824958270 અને પ્રકાશભાઈ ટાંક 9904114971 ને જાણ કરવા જણાવ્યું છે


