Gujarat

જિલ્લા પ્રભારી મંત્રીશ્રી આર.સી.મકવાણાના અધ્યક્ષ સ્થાને અમરેલી ખાતે જિલ્લા કક્ષાનો ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ સંપન્ન

રુ.૫૧.૧૪૯ કરોડના ખર્ચે જિલ્લાના ૩૫ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળતા દુષ્કાળ હવે ભૂતકાળ બનશે : સામજિક ન્યાય અધિકારિતા રાજ્યમંત્રીશ્રી અને પ્રભારી મંત્રીશ્રી આર.સી. મકવાણા

ભરત ગંગદેવ

અમરેલીતા.૧૩  રાજ્યમાં ડબલ એન્જિનની  સરકાર દ્વારા નિરંતર થઈ રહેલી વિકાસયાત્રા હેઠળ યોજાઈ રહેલા ‘,વિશ્વાસથી વિકાસ યાત્રા‘ અંતર્ગત અમરેલીના ખેડૂત તાલીમ ભવન ખાતેસામજિક ન્યાય અધિકારિતા રાજ્યમંત્રીશ્રી અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી આર.સી.મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ કાર્યક્રમમાં રુ.૫૧.૧૪૯ કરોડના ખર્ચે જિલ્લાના ૩૫ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયું

હતું.

      કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રીશ્રી આર.સી. મકવાણાએ જણાવ્યુ હતુ કે, ‘રાજ્યમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સરકાર નિરંતર વિકાસકાર્યો કરી રહી છે. સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના ડેમોમાં નર્મદાના નીર ભરવાનું કામ થઈ રહ્યું છેજેના લીધે દુષ્કાળ હવે ભૂતકાળ બનશે. જરુરિયાતને ધ્યાને  લઇ રજૂઆત હતી તે ગ્રાહ્ય રાખી સરકારે સૌરાષ્ટ્ર વિસ્તારના બીજા ડેમોનો સમાવેશ કર્યો. આ ડેમોનો ઉમેરો થતાં હવે ખેડૂતોને સિંચાઈ માટે તેમાં નર્મદાના નીરનો લાભ મળી શકશે. શેત્રુંજી ડેમ સુધી નર્મદાના નીર પહોંચી ગયા છે અને ખાલી રહેલા ડેમોને ભરવાનું કામ પણ આ યોજનામાં કરવામાં આવશે. દરિયા પટ્ટીના વિકાસ માટે રાજ્ય સરકારે પગલાં લીધા. સાગરકાંઠા વિસ્તારના ગામોમાં દરિયાના પાણીના ક્ષારના કારણે હીજરત કરવાની ફરજ પડે તેમ હતી. આજે આ વિસ્તારોના ડેમોમાં નર્મદાના નીર આવતા લોકોને શુદ્ધ અને મીઠું પીવાનું પાણી મળી રહ્યું છે.

મંત્રીશ્રીએ રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય સહાય વિશે વિગતે વાત કરી હતી. રાજ્યના નાગરિકો માટે થઈ રહેલા આ વિકાસ કાર્યો આગામી દિવસોમાં પણ નિરંતર શરુ રહેશે.  

      કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદશ્રી નારણભાઈ કાછડીયા અને જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશિકભાઈ વેકરીયાએ પ્રાસંગિક ઉદ્ઘબોધન કર્યુ હતુ. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા અનેક વિકાસકાર્યોની વિગતો અને માહિતી પણ તેમણે આપી હતી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેખાબેન મોવલીયાજિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનશ્રી પુનાભાઈ ગજેરાઅમરેલી નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મનિષાબેન રામાણીતાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રજ્ઞાબેન સાવલીયાજિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાજિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરુવજિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રીઅમરેલી પ્રાંતશ્રી સહિતના અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

VISHWAS-TO-VIKAS-SAMMELAN-1.JPG

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *