Maharashtra

ફિલ્મ અભિનેત્રીએ ફિટનેસ ટ્રેનર પર રેપનો આરોપ લગાવ્યો, ટ્રેનર વિરુદ્ધ હ્લૈંઇ

મુંબઈ
મુંબઈથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેલુગુ ફિલ્મની અભિનેત્રીએ સાઉથ મુંબઈના એક ફિટનેસ ટ્રેનર આદિત્ય કપૂર પર રેપનો આરોપ લગાવ્યો છે. પીડિતાએ કહ્યું છે કે, ટ્રેનરે તેની સાથે લગ્નનું કરવાનું વચન આપીને સંબંધ બનાવ્યા હતા. પરંતુ જ્યારે અભિનેત્રીએ લગ્નની વાત કરી તો આદિત્યએ જવાબ ન આપ્યો. તેલૂગુ અભિનેત્રીએ ફીટનેસ ટ્રેનરની સામે કફ પરેડ પોલસી સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. સાઉથ તેલૂગુ ફિલ્મોની અભિનેત્રીએ હાલમાં જ મુંબઈ કફ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જ્યાં તેણે પ્રેમી પર જ રેપનો આરોપ લગાવ્યો છે. અભિનેત્રીએ જણાવ્યુ કે, આદિત્ય કપૂર સાઉથ મુંબઈમાં એક ફિટનેસ ટ્રેનર છે. આદિત્યએ પીડિતાને જણાવ્યુ હતું કે, તે તેની સાથે લગ્ન કરશે. પરંતુ અભિનેત્રીને તે સમયે દુઃખ થયુ જ્યારે, તેણે લગ્ન કરવાની ના પાડી દીધી. પીડિતાએ તેની ફરિયાદમાં જણાવ્યુ કે, આદિત્યએ લગ્નના સપના દેખાડીને તેની સાથે શારીરિક સબંધો બનાવ્યા અને પછી મોં ફેરવી લીધું. પીડિતાએ કેટલીક તેલુગૂ ફિલ્મમાં કામ કર્યુ છે. તેણે ફિલ્મમાં મુખ્ય નહિ પરંતુ જૂનિયર રોલ કર્યા છે. આ ઈન્ડસ્ટ્રીમાં તે ૨૦૧૬થી એક્ટિવ છે. અભિનેત્રીએ ફિટનેસ ટ્રેનરની સામે કફ પરેડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ આ મામલે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી કરી રહી છે. મુંબઈમાં રેપ કે છેડતીના સમાચારો હવે દિન પ્રતિદિન આવતા રહે છે. જાણકારી અનુસાર, આ પહેલા પણ ફિલ્મ વિવેચક કમલ રાશિદ ખાનની વિરુદ્ધ પણ એક મહીલાએ છેડતીનો આરોપ લગાવ્યો હતો. જેના હેઠળ તેમને પણ જેલ થઈ હતી. છેડતીના મામલે વર્સોવા પોલીસે કેઆરકેને પણ કસ્ટડીમાં લીધો હતો અને બાન્દ્રા કોર્ટમાં હાજર કર્યો હતો. જેના થોડા દિવસો પછી તેમને જામીન મળી ગયા હતા. જૂન ૨૦૨૧માં ૨૭ વર્ષીય મહિલાએ કેઆરકે વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે, કેઆરકેને એક ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં તેને કાસ્ટ કરવાના બહાને વર્સોવામાં તેના બગલા પર બોલાવી હતી. એફઆઈઆરના અનુસાર, કેઆરકેએ દારૂ પીવડાવી તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા.

File-01-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *