રીપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ ના ચૌહાણપુરા પ્રા. શાળાનાં સ્થાપના દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી.આ પ્રસંગે શાળામાં ઉપસ્થિત મહેમાનો નું સ્વાગત સમ્માન કરાયા બાદ કેક કાપીને કાર્યક્રમ ની શરૂઆત કરાઈ હતી. અને વિધાર્થીઓ દ્વારા કાર્યક્રમો રજુ કરાયાં હતા.
સ્થાપના દિન નિમિત્તે શાળાના સ્થાપક પૂર્વ રિટાયર આચાર્ય પ્રભુદાસ એમ પટેલ ,કઠલાલ તથાસ્તુ હોસ્પિટલના ડોક્ટર કૂણાપટેલ ,શાળાના પૂર્વ વિદ્યાર્થી ચંદ્રસિહ ચૌહાણ પ્રમુખ.યુવા ક્ષત્રિય સેના ,દશરથસિહ, ભાવેશસિહ, પ્રકાશસિંહ,મનોજભાઈ ઠક્કર, લક્ષ્મણભાઈ ,ભગવતસિહ પરમાર, બાદરસિહ શાળા ના શિક્ષકગણ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા સ્થાપના દિન ની શાળા પરિવાર ને શુભેચ્છાઓ પાઠવી હતી.


