Gujarat

ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ લમ્પી વાઇરસને લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો  

છોટાઉદેપુર જિલ્લાના તમામ ગામડાઓમાં લમ્પી સ્કિન ડિસીસ વાયરસ ધીમે ધીમે પ્રસરતો જાય છે. હજુ સુધી અગમચેતીના પગલાં લેવાયા નથી તેવા સંજોગોમાં છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પશુપાલન વિભાગના મંત્રી રાઘવજીભાઇ પટેલને લેખિત માં ધ્યાન દોરવા છતાં રોગ સામે પૂરેપૂરી કાળજી લેવામાં આવતી નથી. અને તેની રસી પણ હજુ કેટલાક ગામમાં મૂકવામાં આવતી નથી. તેના પરિણામે દૂધાળા પશુઓમાં આ રોગ પ્રસરતો જાય છે. અને કેટલીક જગ્યાએ પશુઓ મરણ પામેલા નું જાણવા મળેલ છે. ત્યારે આદિવાસી વિસ્તારમાં પશુપાલકોએ દેશી
દવાઆયા ઘરગથ્થુ ઉપાય કરી રહ્યા છે. તો તાત્કાલિક રોગ પ્રતિકારક રસીકરણ થાય તે માટે ગામડે ગામડે કરુણા એમ્બ્યુલન્સ મારફતે રસીકરણ થાય તેવી સરકાર પાસે માગણી કરેલી તેમજ પશુપાલન વિભાગમાં સ્ટાફની જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરાઈ અને ગાય માતા નું રક્ષણ થાય એ માટે તાત્કાલિક યુદ્ધના ધોરણે રસીકરણ કરણ કરવામાં આવે તેવો સરકારને પત્ર લખવામાં આવ્યો છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area

FB_IMG_1663171684533.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *