ગુજરાતમાં ચૂંટણીઓ નજીક છે ત્યારે વિવિધ પાર્ટીઓ મેદાનમાં ઉતરી પડી છે. ત્યારે લોકજનશક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાન ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ગૃહ મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં યોજનાર એક કમિટીની બેઠકમાં હાજરી આપવા માટે હું અહીંયા આવ્યો છું. તેઓએ ગુજરાતમાં મહત્તમ બેઠક ઉપર પોતાના ઉમેદવાર ઉભા રાખવાની તૈયારી બતાવી હતી.


