મહેશ્વરી સમાજ ના ઇષ્ટદેવ પરમ પૂજ્ય મતીયા દેવ મેળા મહોત્સવ ૨૦૨૨ અંતર્ગત ગાંધીધામ તાલુકાના કિડાણા ગામે શ્રી મતીયાદેવ મંદિર પરિસરમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી કિડાણા મહેશ્વરી સમાજ , મહેશ્વરી યુવા ગ્રુપ તેમજ માનવતા ગ્રુપ દ્વારા મંદિર પરિસરમાં અંજાર વન વિભાગના સાથ સહકાર થી ૫૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સમાજના આગેવાનોએ માનવતા ગ્રુપની વૃક્ષારોપણ આ પહેલ ને બિરદાવી લોકો વધુમાં વધુ પર્યાવરણ લક્ષી કાર્યમાં જોડાઈ તેવો અનુરોધ કર્યો હતો. માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદ દનીચા એ વૃક્ષોને બાળકની જેમ ઉછેરી તેનું જતન કરવા અને અન્ય લોકોને પણ વૃક્ષો વાવવા ની પ્રેરણા આપવા અનુરોધ કર્યો હતો. અગ્રણી નરેશ પહેલવાને પ્રેરણા પૂરી પાડી હતી.
આ કાર્યને સફળ બનાવવા માટે સમાજના ધર્મગુરુ શ્રીભીમજીભાઈ દામજીભાઈ મતિયા , સમાજ ના આગેવાનો પ્રમુખ બલરામભાઈ ચાપસીભાઈ કન્નર ,મહામંત્રી વેલજી દેસર ભાઈ ભરાળીયા,ખજાનચી કરશનભાઈ દેવજી ભાઈ જાજીયા, ઉપપ્રમુખ જીતુભાઇ હીરજીભાઈ કન્નર, પૂજારી સોનુભાઈ , મહેન્દ્રભાઈ ધેડા, દિપક કોચરા,.અમિત ધુવા, કુંદન બુચિયા તેમજ સમાજ ના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.


