અંજાર : અંજાર મહેશ્વરી સમાજ તેમજ શ્રી મતિયા નગર યુવા ગ્રુપ અંજાર દ્વારા આયોજીત શ્રી મતિયા દેવ મેળા મહોત્સવ 2022 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંજે સામૈયું, જ્ઞાનવાણી સાથે દાંડિયારાસ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
સામૈયું માં મહેશ સંપ્રદાય ના માતંગ ભાઇયો ઊપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમો મા ખીમજીભાઈ ધનજીભાઈ મેઘાણંદ-બગથડા યાત્રા ધામ પૂજારી શ્રી, નવીનભાઈ દેવજીભાઈ માતંગ , કિશોરભાઈ મારાજ,લક્ષ્મણભાઈ દેવરાજભાઈ મેઘાણંદ વિશેષ ઉપસ્થિત રહી આશિર્વાદ આપ્યા હતા. શ્રી મતિયા નગર યુવા ગ્રુપ દ્વારા આયોજિત મતિયા દેવ મેળા મહોત્સવ 2022 ના ઉલ્લક્ષ્મા સાંજે ગરબી ચોક થી મતિયા દેવ મંદિર સુધી સામૈયાનો આયોજન કરવામાં આવ્યું હતું જેમા બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંજાર પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બહોળી સંખ્યા માં મહેશ સંપ્રદાય ના ભાઈઓ – બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સાંજે પ.પૂ શ્રી મતિયા દેવ ની આરતી સાથે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ભાવિકોએ લાભ લીધો હતો . રાત્રે જ્ઞાનવાણી નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં વક્તા ખીમજીભાઈ મેઘાણંદ, નવીનભાઈ લાલણ, લક્ષ્મણભાઈ મેઘાણંદ અને કિશોરભાઈ મારાજ દ્વારા શ્રી લુણંગ દેવ ની સ્તુતિ બાદ જ્ઞાનવાણી નું આયોજન કરાયું હતુ સાથે સાથે ભવ્ય દાંડિયારાસ નુ આયોજન પણ કરવામાં આવ્યું હતું જેના કલાકારો શંકરભાઈ સીજુ-(લોકગાયક), સચિન પાતારીયા-(લોકગાયક), રાજેશભઈ થારૂ-(લોકગાયક) દ્વારા પરમ પૂજ્ય શ્રી મતિયા દેવ ના તેમજ મહેશસંપ્રદાય ના ધાર્મિક ગીતો ગવાય હતા . આ ભવ્ય કાર્યક્રમ માં શ્રી મતિયા નગર યુવા ગ્રુપ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
આ કાર્યક્રમ માં મુખ્ય અતિથિ તરીકે અંજાર મહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવ , માનવતા ગ્રુપ ના પ્રમુખ ગોવિંદભાઈ પી. દનીચા, લાલજી.કે.મહેશ્વરી(એડવોકેટ), મંગલભાઈ ડુગળીયા(કચ્છ જિલ્લા પ્રમુખ – બહુજન આર્મી), મુસલિમ સમાજ અગ્રણી અબ્દુલભાઈ કુંભાર,RDAM અંજાર તાલુકા પ્રમુખ.રમેશભાઈ થારૂ સાથે સામાજિક અગ્રણીઓ નાનજીભાઈ આયડી,કમલેશભાઇ દેવરિયા, કાનજીભાઈ દેવરીયા, મોહનભાઇ ધુવા,મંગલભાઈ ધુવા,મેઘજીભાઈ કન્નર,હિરજીભાઈ થારૂ,નારણ ભાઈ આયડી,જગદીશભાઇ પારીયા,બાબુભાઇ પારીયા, પ્રવીણભાઈ થારૂ,મંગલભાઈ ફફલ,મેહુલ માતંગ, મોહનભાઈ આયડી, હિતેશભાઈ આયડી, વિપુલભાઈ કોચરા, મગનભાઈ સૌંધરા, ભૂમીબેન નારણભાઈ આયડી ઊપસ્થિત રહ્યા હતા જેમનું શ્રી મતિયા નગર યુવા ગ્રુપ-અંજાર ના
પ્રમુખ શ્રી – નવીન એચ પાતારિયા
ઊપપ્રમુખ શ્રી – હેમરાજ વી આયડી
મહામંત્રી શ્રી – ધીરજ કે દેવરિયા
ખજાનચી શ્રી – નવીન એચ ડૂગડિયા
સહમંત્રી શ્રી – પ્રિતેશ આર પારિયા (પિન્ટુ)
સહખજાનચી શ્રી-દિપેશ એસ ધુવા, શ્રી મતીયા નગર યુવા ગ્રુપ-અંજાર પૂર્વ ઉપપ્રમુખ શ્રી વિજય માતંગ, સચિનભાઈ આયડી,અમિતભાઈ આયડી, જયેશભાઇ દેવરીયા, દેવભાઈ ધેડા,રાહુલભાઈ દાફડા, પ્રેમ માતંગ, કમલેશ પરમાર,સાગરભાઈ આયડી,પાલુભાઈ આયડી, નાનજીભાઈ ધેડા, અનિલભાઈ બારોટ, તુષારભાઈ બારોટ, દ્વારા ફૂલહાર વડે સન્માન કરવામાં આવ્યું હતું .


