ભરૂચ જીલ્લાના ઝઘડીયાથી વાલીયાને જોડતા બનેલાં રસ્તાની સાઇડ પર મોટા પથ્થરોથી પુરાણ કરવામાં આવતાં અકસ્માતનો ભય સેવાઇ રહયો છે. ઝગડીયા અને વાલિયા તાલુકાને જોડતા મુખ્ય માર્ગને થોડા સમય પહેલાજ નવો ડામર રોડ બનાવામાં આવી રહ્યો છે જેમાં રોડ ની બને સાઈડનું પુરાણ હાલ કરવામાં આવી રહ્યું છે પરંતુ કોન્ટ્રાકટર દ્વારા આ રોડની સાઈડ માં કોરેસ્પોલ સાથે સાથે મોટા મોટા જોખમી પથ્થર પુરવામાં આવી રહ્યા છે.
આ પથ્થરો ની સાઈઝ એટલી મોટી છે કે જો કોઈ વાહન ચાલક જો તે પથ્થર સાથે અથડાઈ અને પડી જાય તો તેને માથા અને અન્ય ભાગ માં આ જોખમી મોટા પથ્થર વાગે અને તેને ઇજા અથવા મૃત્યુ પણ થઈ શકે છે.સાઇડો પરના પુરાણની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવે તેવી વાહનચાલકો માગ કરી રહયાં છે.


