ક્ષય વિભાગના કરારબદ્ધ કર્મચારીઓ પોતાની વિવિધ પડતર માંગણીઓ સંદર્ભે સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લા માં જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, કલેકટરને સંબોધિ ને આપવામાં આવેદનપત્રમાં તેઓની વિવિધ પડતર માંગણીઓ જેવી કે (૧)છેલ્લા પાંચ વર્ષથી કર્મચારીઓ ને કોઈ પગારવધારો કરવામાં આવેલ નથી(૨) આરોગ્ય મિશન ડાયરેક્ટર નાં ૧૫/૧૧/૨૦૧૮ ના પગારવધારા પરિપત્રમાં DPS/DPPM/SA/DEO/ACCOUNTANT/DRIVER જેવી કેડરો ને પગારવધારા માં થયેલ અન્યાય અને વિસંગતતાઓ દુર કરી ૨૦૧૮ની ઉક્ત તારિખ થી ઓરિયસ નું ચુકવણું કરવામાં આવે (૩) ફિલ્ડ માં કામ કરતા કર્મચારીઓ ને પ્રવર્તમાન પેટ્રોલ ના ભાવ અનુસાર પેટ્રોલ એલાઉનસ આપવામાં આવે (૪) ઇન સર્વિસ જે મૃત્યુ પામે સહાય જે ૨ લાખ છે જે તે ૧૦ સુધી ની કરવામાં આવે (૫) ક્ષય વિભાગના કર્મચારીઓ છેલ્લા ૧૦ વર્ષ કરતાં વધુ અને ૨૫ વર્ષ સુધી નો કાર્યકાળ ધરાવે છે એટલે કોઈપણ કારણોસર સેવા નિવૃત્તિ નાં સમયે જીવન નિર્વાહ માટે યોગ્ય કમ્પેન્શનની જોગવાઈ અમલી બનાવવા માં આવે (૬) જિલ્લા બદલી જેવી સરળ વહીવટી પ્રક્રિયા સહ ની વ્યવસ્થા કરવામાં આવે જેથી પતિ પત્ની, મા-બાપ, સંતાનો ના ભણતર જેવી બાબતે ખાલી જગ્યા પર સહેલાઈથી માંગણી મુજબ બદલી કરી શકાય.(૭) કોવીડ ડ્યુટી દરમિયાન લાંબા સમય સુધી ફરજ પર રહેલા ક્ષય વિભાગના કર્મી એવા અને કોવીડ ડ્યુટી દરમિયાન મૃત્યુ પામેલ કર્મચારી ના પરિવાર ને હજુ સુધી ૨૫ લાખ ની સહાય મળેલ નથી.(૮) ક્ષય વિભાગના કર્મચારીઓ ની નિમણુંક સરકાર નાં પરિપત્રો અને ઠરાવો ને આધિન થયેલ હોય ક્ષય વિભાગના તમામ કર્મચારીઓ ને હંગામી માંથી કાયમી માં રૂપાંતર કરી કરવા વગેરે વિવિધ પડતર માંગણીઓ સંદર્ભે અગાઉના સમયમાં જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારાઆશ્વાસન અને વચન આપવા છતાં આજ દિન સુધી કાંઈ જ યોગ્ય થયેલ નથી જે સત્વરે ઉકેલ લાવવા ની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જો આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ની માંગ સરકાર દ્વારા સમય પર નહીં સ્વીકારાય તો ગુજરાત ભરના ક્ષય વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે તેમ આય એનટીસીપી કરારબદ્ધ કર્મચારી સંઘ છોટાઉદેપુરના પ્રમુખ મહંમદ રફીક સોની જણાવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


