બે વર્ષ જેવા લાંબા સમયથી સીસી કેમેરાના પાસવોર્ડ વર્તમાન આચાર્ય પાસે હતાજ નહીં..
શિક્ષણ વિભાગની કચેરી સામે આવેલ ઉના ૧ કુમાર પે.સે. શાળાના બે રૂમ તેમજ ગ્રાઉન્ડ નજીક નંખાયેલા સીસી કેમેરા ઘણા લાંબા સમયથી બંધ હોવાનું બે દિવસ પહેલા બહાર આવેલ ત્યાર બાદ આ સીસી કેમેરાનું ડિવીઆર હાલમાં રીપેરીંગ માટે મોકલાયેલ હોવાનું શાળાના આચાર્ય અને સ્ટાફ દ્રારા જાણવા મળ્યુ છે. પણ શાળાના કર્મચારી એવી વાત જોર પકડી રહી છે કે આ શાળામાં છેલ્લા બે વર્ષ કરતા વધુથી સી સી કેમેરાનું મોંબાઇલ પર કનેક્ટ કરીને મોનિટરીંગ ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામેથી થતુ હતું. અને તેના પાસવર્ડ નંબર પણ સૈ.રાજપરા ગામની પ્રા.શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા શિક્ષક પાસે હોવા છતાં તેમની બદલી થયા બાદ વર્તમાન આચાર્યને અપાતા ન હતા. અને શિક્ષણ વિભાગની કચેરી અને શાળાની અંદર થતી કામગીરીનું નિરીક્ષણ સી સી કેમેરા મારફત સૈયદ રાજપરા ગામેથી કરાતુ હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે.
આ શાળામાં સીસી કેમેરા સરકારની ગ્રાન્ડ માંથી ફિટ કરાયા છે કે પછી જેતે સમયે શાળામાં ફરજ બજાવતા આચાર્ય દ્રારા પોતાના સ્વખર્ચે ફિટ કર્યા હતા. તેની તપાસ તાલુકા શિક્ષણ અધિકારીએ કરવી જોઇએ અને સી સી કેમેરા ફિટ કરવા શિક્ષણ અધિકારીની મંજુરી લેવાયેલ હતી કે કેમ તે પણ તપાસનો વિષય બની રહ્યો છે. કહેવાય છેકે આ શાળામાં બે વર્ષથી વધુ સમયથી આચાર્યની બદલી સૈયદ રાજપરા ગામે થયા બાદ શાળાના કાર્યનું સંપૂર્ણ હેડલીંગ સૈયદ રાજપરાથી થતુ હતું. તો વર્તમાન આચાર્ય એ આ સીસી કેમેરા અંગે પાસવર્ડ કેમ માંગ્યો નહીં અને તેની જાણકારી શિક્ષણ અધિકારીને સુકામ આપી નહીં. હાલમાં બે દિવસ પહેલા શિક્ષિકાઓ વચ્ચે તુ તુ મે મે થતાં શાળાના લાગેલા સી સી કેમેરાનું રેકોડીંગ મંગાવતા બંધ હોવાનું આચાર્યએ સ્વીકારેલ હતું. અને અચાનક બે દિવસમાં શાળાના સીસી કેમેરાનું ડિવીઆર પાસવર્ડ નંબર મેળવવા રીપેરીંગ મોકલાવેલ હોવાનું જાણવા મળેલ છે. આ ડીવીઆર કોણ રીપેરીંગમાં લઇ ગયુ અને તેમાં થયેલ રેકોડીંગ કોણ જોતુ હતું. તે અંગે પણ તપાસની માંગ ઉઠી રહી છે. આ શાળામાં સીસી કેમેરા આચાર્યએ પોતાના ખર્ચે નખાવેલ હોવાની ચર્ચા શિક્ષકોમાં ઉઠી રહી છે. ત્યારે પ્રશ્ન એવો ઉઠવા પામે છેકે આચાર્યની બદલી થયા બાદ આ કેમેરા સુકામ કાઢવામાં આવેલ ન હતા. અને જો શાળાને ભેટરૂપે આપ્યા હોય તો પાસવર્ડ શું કામે ન બદલ્યો તેનું રહસ્ય બહાર લાવું જરૂરી છે. અને જો સરકારી ગ્રાન્ટ માંથી કેમેરા ફિટ કરાયા હોય તો મોનિટરીંગ શું કારણે કરાતું હતું તે તપાસનો વિષય બની ગયો છે.
