Gujarat

અમરેલી જીલ્લાના હરીપુરા ગામના અરજદાર સાથે થયેલ ઓનલાઇન ફ્રોડમાં ગયેલ રકમ રૂ.-૨,૯૫,૦૦૦ પરત અપાવતી અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ ટીમ

શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, પોલીસ મહાનિરિક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ, દ્વારા અમરેલી જીલ્લામાં સાયબર ક્રાઇમ પ્રિવેન્શન તેમજ સાયબર ફ્રોડમાં ગયેલ રકમ પરત અપાવવા યોગ્ય કાર્યવાહી કરવા અંગે જરૂરી સુચનાઓ આપેલ હોય જેથી પરીણામલક્ષી કામગીરી કરવા શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ I/C પોલીસ ઇન્સપેક્ટર શ્રી સી.એસ.કુગસીયા સાયબર ક્રાઇમ પો.સ્ટે. અમરેલીની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ.
જે અંતર્ગત સાયબર ક્રાઇમ પો.સ્ટે. અમરેલી ખાતે અરજદાર વિજયભાઇ વાલજીભાઇ મુગલપરા રહે.હરીપુરા તા.જી.અમરેલી વાળાઓ તરફથી પોતાના બેન્ક એકાઉન્ટમાંથી કુલ રકમ રૂ.-૨,૯૫,૦૦૦/-નો ઓનલાઇન ફ્રોડ થયા અંગેની અરજી મળેલ. જે અંગે અરજદાર સાથે યોગ્ય સુમેળ સાધી જરૂરી તમામ વિગતો મેળવી નાણા પરત અપાવવા બેન્ક તથા અલગ અલગ વોલેટને ઇમેઇલ કરી યોગ્ય કાર્યવાહી કરી ઓનલાઇન ફ્રોડમાં ગયેલ તમામ રકમ રૂ.-૨,૯૫,૦૦૦/- સાયબર ક્રાઇમ પોલીસ ટીમે પરત અપાવેલ
આમ, પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચનાથી, શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ અરજદાર વિજયભાઇ વાલજીભાઇ મંગલપરા રહે.હરીપુરા તા.જી.અમરેલીવાળાઓ સાથે થયેલ ઓનલાઈન ફ્રોડની તમામ રકમ રૂ.-૨,૯૫,૦૦૦/- પરત અપાવવામાં સાયબર ક્રાઇમ પો.સ્ટે. અમરેલીના I/C પોલીસ ઇન્સપેક્ટર શ્રી સી.એસ.કુગસીયા, પો.સબ.ઇન્સ. શ્રી જે.એમ.કડછા તેમજ અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ ટીમને સફળતા મળેલ છે.
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા

IMG-20220924-WA0058.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *