રોજગાર ભરતી મેળા દરમિયાન ૧૩૩૭
રોજગારવાંચ્છુઓને રોજગાર એનાયત પત્રો વિતરણ કરાયા
છોટાઉદેપુર ખાતે આવેલા દરબાર હોલમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની અધ્યક્ષતામાં રોજગાર ભરતી મેળો યોજાયો હતો. આ ભરતી મેળામાં ૧૩૩૭ રોજગારવાંચ્છુઓને રોજગાર એનાયત પત્રો વિતરણ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત રોજગારવાંચ્છુઓ અને નોકરીદાતાઓને સંબોધતા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે જણાવ્યું હતું કે, આપણા રાજયના શિક્ષિત નોકરીવાંચ્છુ ઉમેદવારોને રોજગારીની તક મળી રહે એ માટે રાજય સરકારના શ્રમ અને રોજગાર વિભાગની મોટી ભૂમિકા રહેલી છે એમ કહી તેમણે શિક્ષિત આપણા રોગારવાંચ્છુ ભાઇ-બહેનો રોજગારી મેળવી પોતાના ઘરનું જીવન ગુજરાન ચલાવી શકશે એમ જણાવ્યું હતું.
રાજય સરકારની રોજગારલક્ષી નિતિનો ચિતાર આપતા જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે, રાજય સરકારે છેલ્લા પાંચ મહિનામાં ૯૩૦ રોજગાર ભરતી મેળાનું આયોજન કરી એક લાખ યુવાનોને રોજગારીની તક પુરી પાડી છે એમ જણાવ્યું હતું. રાજય સરકાર દ્વારા આયોજીત રોજગાર ભરતી મેળામાં રોજગાર મેળવી યુવાનો આત્મનિર્ભર બની રહ્યા છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, આદિવાસીબહુલ છોટાઉદેુપુર જિલ્લામાં રોજગાર ભરતી મેળાના આયોજન થકી યુવાનોને ખુબ મોટી રોજગારીની તક ઉપલબ્ધ થઇ છે એ માટે રાજય સરકારને ધન્યવાદ પાઠવવા જોઇએ એમ કહ્યું હતું.
રાજય સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓ અંગે વિગતે છણાવટ કરી જિલ્લા પંચાયત પ્રમુખે રાજયની મહિલાઓ આત્મનિર્ભર થાય એ માટે સરકાર દ્વારા મહિલા સશક્તિકરણલક્ષી યોજનાઓ અંગે વાત કરતા તેમણે બહેનો આર્થિક રીતે પગભર થઇ આત્મનિર્ભર બને એ માટે સ્વ-સહાય જૂથો મોટું માધ્યમ બન્યું છે એમ કહી તેમણે સ્વ-સહાય જૂથો થકી બહેનો આત્મનિર્ભર બની કુંટુંબનું ભરણ પોષણ કરી રહી છે એમ જણાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ અને અન્ય મહાનુભાવોએ યુવાનોને રોજગાર એનાયત પત્ર વિતરણ કર્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


