અમરેલી
રાજ્યમાં વિધાન સભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. તંત્ર દ્વારા ચૂંટણી યોજવા માટે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ત્યારે અમરેલી જિલ્લામાં ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારોએ પુરજાેર શોરથી પ્રચાર શરૂ કર્યો છે. લાઠી, બાબરા વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમર દ્વારા ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. કોંગ્રેસ તરફી મતદાન કરવા માટેની અપીલ કરવામાં આવી રહી છે, મંદી, મોંઘવારી સહિતના મુદ્દાઓ લોકો વચ્ચે મૂકી રહ્યા છે. ધારાસભ્ય વિરજી ઠુમર પ્રજા વચ્ચે ચૂંટણીના વચન રૂપી ઢંઢેરા આપી રહ્યા છે. કોંગ્રેસની સરકાર આવશે તો મંદી, મોંઘવારી દૂર કરવાની વાતો કરવામાં આવી રહી છે. મંદી, મોંઘવારી સહિતના મુદ્દાઓને લઈ પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે.


