Gujarat

ભાવનગર ખાતે યુવાઓને નિમણૂક પત્રો અને એપ્રેન્ટીસશીપ કરારપત્રોના વિતરણનો કાર્યક્રમ યોજાયો

ભાવનગર
રાજ્યમાં યુવાઓને નિમણૂંક પત્રો અને એપ્રેન્ટીસશીપ કરારપત્રોના વિતરણના કાર્યક્રમ યોજાઇ રહ્યાં છે. તે અંતર્ગત ભાવનગરમાં આ અંગેનો કાર્યક્રમ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં મોતીબાગ ખાતે આવેલા અટલ બિહારી વાજપેયી ઓપન એર થિયેટર ખાતે યોજાયો હતો. રાજ્ય સરકારે આઇ.ટી.આઇ., પોલિટેક્નિકલ કોલેજાે દ્વારા યુવાઓને કૌશલ્યવાન બનાવવાનું બીડું ઝડપ્યું છે. આ માટે રાજ્યના દરેકે-દરેક તાલુકામાં આઇ.ટી.આઇ.ની સ્થાપના કરવામાં આવી છે અને ઉદ્યોગોને સાનુકૂળ માનવબળ તૈયાર કરવામાં આવી રહ્યું છે. માત્ર તાલીમ આપવી તેટલું જ નહીં પરંતુ રોજગાર મેળાના માધ્યમથી તેમને રોજગારીના અવસરો પણ પ્રદાન કર્યા છે. આ માટે સમયે- સમયે રોજગાર મેળાઓનું પણ આયોજન કરવામાં આવે છે. યુવાનોમાં પડેલી ક્ષમતાને ઓળખીને સ્થાનિક ઉદ્યોગને અનુકૂળ માનવબળ તૈયાર કરીને સ્થાનિક સ્તર પર જ તેમને રોજગાર મળે તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યાં છે. તેમની આ કુશળતાથી સમાજને ફાયદો થવાનો છે. તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. આઇ.ટી.આઇ.માં ઓછા માર્કે પણ પ્રવેશ મળે તે માટે ગયાં વર્ષે ગ્રેસીંગ આપવાનો ર્નિણય શિક્ષણ વિભાગે કરીને તમામને તક મળે તેવી વ્યવસ્થા ઉભી કરી છે. અંદર પડેલી ક્ષમતા પોતીકી અને આગવી હોય છે પરંતુ તેને નીખાર આપવાનું કાર્ય રાજ્ય સરકારે આઇ.ટી.આઇ. જેવી સંસ્થાઓ દ્વારા કર્યું છે. ગુજરાતમાં અત્યારે ઉદ્યોગોનો નોંધપાત્ર વિકાસ થયો છે. તેથી રોજગારના અવસરો પણ વધ્યાં છે. પરંતુ તેને ઝડપવાં માટે આપણે કૌશલ્યવાન બનવું જરૂરી છે. પ્લમ્બર, ફીટર, વેલ્ડર વગર કોઇને ચાલવાનું નથી. ત્યારે આ કામ નાનું છે તેવી માનસિકતા છોડવાં તેમણે યુવાનોને શીખ આપી હતી. અનેક નવી તકોનું સર્જન થઇ રહ્યું છે. ત્યારે પોતાની આગવી જરૂરિયાતનું સર્જન કરો કે જેથી લોકોએ તમારી સેવા માટે લાઇનમાં ઉભું રહેવું પડે તેમ જણાવી આજનો સમય યુવાનોનો છે આ યુવાઓના પ્રયત્નો દ્વારા જ દેશ આગળ વધવાનો છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. આ અવસરે જિલ્લા ભા.જ.પા.ના પ્રમુખ ડો. રાજીવભાઇ પંડ્યા, પૂર્વ નગર શિક્ષણ સમિતિના ચેરમેન શિશિર ત્રિવેદી અને બી.પી.ટી.આઇ.ના આચાર્ય તપન વ્યાસે આજથી શક્તિ આરાધનાનો દિવસ નવરાત્રિ શરૂ થયો છે. ત્યારે કૌશલ્ય પણ એક શક્તિ છે. પોતાની આવડતથી આગળ આવવાં માટે યુવાઓને આહ્વાન કર્યું હતું. આ અવસરે યુવાઓને પ્રતિકાત્મક રીતે નિમણૂંક પત્રો અને એપ્રેન્ટીસશીપ કરારપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં આજના દિવસે જ ૬ હજાર યુવાનોને આ અવસર મળ્યો હતો. જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ૪ હજાર ૯૩૯ નવી નામ નોંધણી થયેલી છે. ૩ હજાર ૯૨૧ જેટલાં ઉમેદવારોની પ્રાથમિક પસંદગી થઇ ચૂકી છે. હાલ ૧૩ હજાર ૮૩૩ જેટલાં ઉમેદવારો લાઇવ રજિસ્ટર્ડ પર છે. આ અવસરે રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ બતાવવામાં આવ્યું હતું. કૌશલ્ય વિભાગ સાથે સંકળાયેલા જિલ્લાના અધિકારીઓ, રોજગાર નિમણૂંક પત્ર મેળવનારા યુવાઓ આ તકે ઉપસ્થિત રહ્યાં હતાં.

File-02-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *