Gujarat

તહેવારોની સિઝન પહેલાં આઈટીએ ૬૦૦ કરોડ રૂપિયાનું રિફંડ આપ્યું

સુરત
આઈટીમાં રિફંડ પ્રોસેસ ઝડપી બનતા કરદાતાઓના સુખના દિવસો આવ્યો હોય એવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. નાણાકીય વર્ષમાં અત્યાર સુધી ૬૦૦ કરોડથી વધુનું રિફંડ આપવામાં આવ્યુ છે. જ્યારે જીએસટીમાં પણ ૫૦૦ કરોડથી વધુ રિફંડ અપાયુ છે. સી.એ. પ્રજ્ઞેશ જગાશેઠ કહે છે કે ર્રિટન પ્રોસેસની સ્પિડ વધી છે અને એટલે જ રિફંડ પણ ઝડપથી આવી રહ્યુ છે. ટેકનિકલ એરર હોય તો પણ તેનો ઝડપથી નિકાલ થાય છે. રેક્ટિફિકેશન પણ હવે કરદાતાઓએ અટવાવાનું હોતુ નથી. સુરત-વડોદરા રેન્જમાં કુલ ૧૧૦૦ કરોડથી વધુનું રિફંડ રિલિઝ કરાતું હોય છે. એ જ રીતે જીએસટીમાં પણ ૨ હજાર કરોડથી વધુનું રિફંડ આપવામાં આવતું હોય છે. બોગસ બિલિંગના ત્રાસના લીધે હાલ જીએસટીમાં રિફંડ ધીમું થયું છે, પરંતુ સાવ અટક્યું નથી. એમ સી.એ. નીરજ બજાજ કહી રહ્યા છે. તેઓ વધુમાં જણાવે છે કે, જીએસટીમાં પણ લેટેસ્ટ ટેકનોલોજીના લીધે આવનારા સમયમાં રિફંડ સ્પિડ પકડશે. તહેવારોમાં રિફંડ, બોનસ કે પગારરૂપે નાણાં મળતા ખરીદી વધે છે. રિઅલ એસ્ટેટ કે સોના-ચાંદીની તેજી પણ સારું ચિહ્ન છે. રિફંડ ઝડપથી ઇશ્યુ થવાનું મુખ્ય કારણ એ પણ છે કે પ્રોસેસ ઝડપી બની છે. લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ અને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટમાં આઉટ સોર્સ થતાં ઝડપ વધી છે.

File-01-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *