Gujarat

અમરોલીમાં ચોરીની શંકા રાખી એપાર્ટમેન્ટના રહીશોએ માર માર્યો, યુવક મોત થતા ૭ની કરી ધરપકડ

સુરત
સુરતના અમરોલી વિસ્તારમાં ચોરી કરવા આવેલા ચોરને લોકોએ પકડી ઢોરમાર માર્યો હતો. જેમાં તેને ગંભીર ઈજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું. પીએમ રીપોર્ટમાં આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો.ચોર સમજી મારનાર લોકોના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.જેને આધારે અમરોલી પોલીસે નામ જાેગ ૭ આરોપી સામે ગુનો નોંધી તમામની ધરપકડ કરી છે. અમરોલી નવા કોસાડ રોડ સ્થિત હરીકૃષ્ણ રેસીડેન્સી નજીક નિસાર સ્ક્રેપ પાસે અજાણ્યા યુવાન મૃત હાલતમાં ખુરશી પર બેઠેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ મામલે અમરોલી પોલીસને જાણ કરવામાં આવી હતી.જેથી પોલીસે લાશનો કબજાે લઇ લાશને પીએમ અર્થે મોકલી આપી હતી. પીએમ રીપોર્ટમાં યુવકનું મોત મૂઢ માર અને પીઠમાં ગંભીર ઈજાના કારણે થયું હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી અમરોલી પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ તપાસ કરી હતી. દસરમ્યાન પોલીસ તપાસમાં મૃતક યુવક આશીવાર્દ હાઈટ્‌સમાં ચોરી કરવા માટે આવ્યો હતો અને સ્થાનિકોએ તેને પકડીને ઢોર માર મારતા તેનું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. યુવકની હત્યાની તપાસમાં અમરોલી પોલીસ આશીર્વાદ હાઈટસમાં પહોંચી હતી જ્યાં એપાર્ટમેન્ટના ગેટના સીસીટીવી તપાસ કરતા વહેલી સવારે એપાર્ટમેન્ટના રહીશો લાકડીઓ લઈને અવરજવર કરતા દેખાયા હતા. જેને લઇ પોલીસે સીસિટીવીમાં દેખાઈ રહેલા તમામ રહીશોની પૂછપરછ કરી હતી. જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે એપાર્ટમેન્ટમાં રહેતા લોકોએ મરનાર યુવકને બિલ્ડીંગની નજીક ચોરી કરવાના ઇરાદે આવ્યો હોય તેવું લાગ્યું હતું. જેથી ભેગા થઈ યુવકને મારમારી દૂર મૂકી આવ્યા હતા.જાેકે ચોરની શંકામાં મારનાર યુવક મોત ને બેઠી હતો તેની જાણ રહીશોને ન હતી. અમરોલી પોલીસે સીસીટીવીના આધારે આશીવાર્દ હાઈટ્‌સમાં રહેતા તરુણ જયસુખભાઈ ભડીયાદરાના, સાગર મહેશભાઈ ભટ્ટ, ભાવેશભાઈ ધનભાઈ બોરડ, વિનુભાઈ બચુભાઈ વાઘેલા, સુરસિંગભાઈ ઉર્ફે બાપુ રૂપસિંગભાઈ ડાભી, પ્રભુદાસ ધીરજલાલ વિઠલાણી, જય હિમતભાઈ વિસાવડીયા સામે ગુનો નોંધ્યો હતો. તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

File-02-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *