Gujarat

નવરાત્રિમાં ઘેરૈયા નૃત્યની વર્ષો જૂની પરંપરા અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળના આદિવાસી સમાજના યુવાનોએ સ્ત્રી વેશ ધારણ કરી માતાજીની આરાધના કરી

નવરાત્રિ નિમિત્તે આદિવાસી પરંપરા એટલે ઘેરૈયા નૃત્ય. અંકલેશ્વરમાં આદિવાસી સમાજની ઘેરૈયાની વર્ષોથી ચાલી આવતી પરંપરા જાળવવા અને આજની યુવા તરુણ પેઢી પણ હવે આગળ આવી રહી છે. અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળના આદિવાસી સમાજના યુવાનો નવરાત્રિના નવ દિવસ સ્ત્રી વેશ ધારણ કરી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ઘેરૈયા નૃત્ય થકી માતાજીની આરાધના કરી રહ્યા છે.
માઁ અંબાની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ અંકલેશ્વરમાં એક એવો પણ સમાજ છે, જે વર્ષોથી ચાલી આવતી પરંપરાને આજના આધુનિક યુગમાં પણ જાળવી રાખી છે. અંકલેશ્વરમાં વસતા આદિવાસી સમાજ દ્વારા નવરાત્રિ દરમિયાન પુરુષ દ્વારા સ્ત્રી વેશ ધારણ કરી માતાજીની આરાધના કરવાનો પર્વ એટલે ઘેરૈયા નૃત્ય. આ ગરબા મંડળીમાં સ્ત્રી વેશ ધારણ કરેલો યુવાન ઘેરૈયાની 10થી 15 સભ્યોની ટોળકી ગરબા -દાંડિયા સાથે ઘેરૈયા નૃત્ય કરે છે. આ નવ દિવસ માતાજી આરાધનામાં લિન બની પરિવાર તેમજ ઘરનો ત્યાગ કરી તેઓ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ સ્થળ તેમજ શેરીમાં પહોંચી ઢોલક સાથે ઘેરૈયા નૃત્ય રજૂ કરે છે.
પેઢી દર પેઢી ચાલી આવતી આ પરંપરા એક તબક્કે અંકલેશ્વર ગ્રામ્ય અને શહેરની 5થી વધુ મંડળી આ આધ્યાત્મિક વારસો જાળવવા ઘેર નૃત્ય રજૂ કરતી હતી. જે આજે વિસરાઈ જવા પામી છે અને હાલમાં એક માત્ર અંકલેશ્વર ચોર્યાસી ભાગોળ ખાતે આવેલા અંબે માતાજી મંદિરના ભક્તો અને સ્થાનિક આદિવાસી સમાજના યુવાનો આ ઘેરૈયાની પરંપરાને જીવંત રાખી છે. આ પરંપરા જાળવવા આજની યુવા અને તરુણ પેઢી આગળ આવી છે અને આ માતાજીની કઠોર તપશ્ચર્યા રૂપી ઘેરૈયા નૃત્યમાં ઉઘાડા પગે આરાધના કરે છે.
Attachments area

IMG-20220928-WA0164.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *