Gujarat

પ્રાંતિજ-તલોદમાંથી વિધાર્થીઓ ભરીને ૫૬ બસો રવાના કરાઈ

સાબરકાંઠા
અમદાવાદ ખાતે આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા ૩૬માં રાષ્ટ્રીય ખેલ નેશનલ ગેમ્સનો ઉદ્દઘાટનના કાર્યક્રમ યોજાવાનો છે. જેને લઈ ને પ્રાંતિજ-તલોદમાંથી કોલેજ સહિતના વિધાર્થીઓને કાર્યક્રમમા હાજર રહેવા માટે પ્રાંતિજ-તલોદમાંથી ૪૬ બસો રવાના થઈ હતી. જેમા પ્રાંતિજ સહિત તાલુકામાંથી ૨૨ બસો અને તલોદ સહિત તાલુકામાંથી ૨૪ બસો જેમાં એક બસમા અંદાજીત ડ્રાઇવર-કંડકટર, એક તલાટી, એક સુપરવાઇઝર, એક પોલીસ કર્મી સહિત એક બસમાં સરેરાશ ૪૫ પ્રમાણે ૨૦૭૦ જેટલા વિદ્યાર્થીઓને ૪૬ બસોને અમદાવાદ ખાતે આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અરવલ્લી-સાબરકાંઠા સાસંદ દિપસિંહ રાઠોડે લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. તલોદ-પ્રાંતિજ પ્રાંન્ત અધિકારી એમ.એન.ડોડીયા, પ્રાંતિજ મામલતદાર વી.આર.પટેલ, કોલેજના પ્રિન્સિપાલ ડો.કામેશ્વર પ્રસાદ જાેડાયા હતા. તો પ્રાંતિજના કમાલપુર ખાતે આવેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રવાના કરાઈ હતી. આ પ્રસંગે નાયબ મામલતદાર દિગ્વિજયસિંહ, સર્કલ અધિકારી પુરોહિત ભરતભાઈ, ડો. કાન્તીભાઇ પ્રજાપતિ, સુરેશ ભાઇ પટેલ, રાવલીયા સહિત કોલેજ સ્ટાફ તથા કર્મચારી સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

File-02-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *