Gujarat

સિદ્ધપુર વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્યે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો

પાટણ
આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસારની ગતિવિધિઓ તે જ કરવામાં આવી છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ૧૨૦ સીટો સાથે ગુજરાતમાં સરકાર બનાવવા જઈ રહી હોય તેવા આશાવાદ વચ્ચે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો છે. જેને પ્રજા વચ્ચે પહોંચાડવા કોંગ્રેસના આગેવાનો કાયૅકરો અને નેતાઓ પણ કામે લાગ્યા છે. ત્યારે સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત તેમના સમર્થકો દ્વારા સિદ્ધપુર વિધાનસભા વિસ્તારના ચારુપ અને ખારેડા ગામે પહોંચ્યા હતા. ત્યારે ગામના રહીશો દ્વારા ફુલ હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતુ અને વિજય થાય તેવા આશીર્વાદ સાથે ખાટલા બેઠક કરીને મતદારોને ડોર ટુ ડોર મળી જાણકારી આપી રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસ ની સરકાર બનશે તો કોંગ્રેસ સરકાર પશુપાલકોને લીટર દુધે રૂપિયા પાંચની સબસીડી આપવામાં આવશે. ખેડૂતોનું રૂ.૩ લાખ સુધીનું દેવું માફ કરાશે, રૂપિયા ૫૦૦માં ગેસ સિલિન્ડર આપવો, કોરોનામાં મૃત્યુ પામેલા પરિવારનાં સ્વજનોને રૂ.૪ લાખનું વળતર આપવા સહિતના વચનો કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યા હોવાની જાણકારી આપી આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને જંગી બહુમતી અપાવવા સિદ્ધપુરનાં ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા મતદારોને રૂબરૂ મળી અપીલ કરવામાં આવી રહી છે.

File-02-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *