Gujarat

સુરવાડીમાં દબાણો દૂર નહીં કરવા માગ

અંકલેશ્વર તાલુકાના સુરવાડી અને નવા બોરભાઠા ગામે રેલ્વેની હદમાં થયેલાં દબાણોનો મામલો આખરે ભરૂચ કલેકટર પાસે પહોંચ્યો છે. નવા ટ્રેક તથા અન્ય કામગીરી માટે દબાણો દુર કરવા ગયેલી રેલવે વિભાગની ટીમને ગામલોકોએ ભગાડી હતી.
અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે પશ્ચિમ રેલવેની દબાણ શાખાએ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. દબાણ શાખાની ટીમ સુરવાડી ગામમાં પહોંચતાની સાથે લોકટોળા એકત્ર થઇ ગયાં હતાં. ગામલોકોએ આક્ષેપ કર્યો હતો કે તેમના ઘરો ખાલી કરવા માટે કોઇ પણ પ્રકારની નોટીસ આપવામાં આવી નથી.ગ્રામજનોના જણાવ્યા અનુસાર તેઓ 25 થી 30 વર્ષ થી આ સ્થળે વસવાટ કરે છે.
હાલમાં રેલવેએ નવો ટ્રેક નાખવા તથા અન્ય કામગીરી શરૂ કરી હોવાથી સુરવાડી તથા બોરભાઠાની જગ્યા ખાલી કરાવવામાં આવી રહી છે. જેની સામે લોકોમાં રોષ ફેલાયો છે. રેલવે વિભાગે સામી દિવાળીએ દબાણ ની કાર્યવાહી કરતા ગ્રામજનો ચિંતામાં મુકાયા હતા અને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા કલેકટરને રજુઆત કરી છે.
Attachments area

IMG-20221002-WA0154.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *