Gujarat

સાવરકુંડલા શહેરમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિનાં આંગણે  રાસોત્‍સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવેલ. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ સાવરકુંડલાના આંગણે શ્રી શ્યામ સેના દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવ અંતર્ગત માતાજીના સાતમાં નોરતાએ આઝાદી ૭૫ અમૃત મહોત્સવ ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના ટ્રસ્ટી શ્રી તેમજ પ્રમુખ શ્રી તથા સમાજના આગેવાનો જ્ઞાતિ જનો મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા આ સમગ્ર કાર્યક્રમ મા ભારતીના ચરણોમાં સમર્પિત હતો દેશને  આઝાદી અપાવનાર તમામ મા ભારતીના સપુતને  આ કાર્યક્રમ સમર્પિત કયૉં હતો. સમગ્ર ગાઉન્ડ તિરંગાથી સુશોભિત કરવામાં આવેલ અને ખેલૈયાઓ પણ ડ્રેસિંગ  ભારતીય તિરંગાલક્ષી પહેરવેશ પહેરીને ઉમંગથી ઝૂમ્યાં  હતાં. કાર્યક્રમ દરમિયાન આ સંસ્થાના કાર્યકર્તા અને શ્યામ સેના પીઠબળ પૂરું પાડતા એવા અમુભાઈ મોરીના દિવ્ય આત્માને શાન્તિ અપર્ણ કરે તે માટે મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી જેમાં આજે બહાર ગામથી મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી સમાજ, લીલીયા સમાજ, ખાંભા સમાજ, ધારી સમાજ, ભાવનગર સમાજ, જુનાગઢ સમાજ, વગેરે આગેવાનો આ કાયૅકમ ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ આ નવરાત્રિના પ્રણેતા ભરતભાઇ છેલભાઈ પરમાર મુંબઈ થી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ કાર્યક્રમને સફળ બનાવવા માટે જ્ઞાતિ સમાજ પ્રમુખ ગોવિંદભાઇ પરમાર
શ્રી શ્યામ સેના પ્રમુખશ્રી સુરેશભાઈ પરમાર, ભાવેશભાઇ મોરી, કેવલ સોડિગળા, સત્યમ ભાલીયા,  પાર્થ સોડિગળા, શૈલેશ ચોટલીયા, ગૌરાંગ સોલંકી, ભરત ટાંક, સમીર ટાંક, સંજય મારુ, યોગીન પરમાર, મયુર ગેડીયા, જતીન ચાવડા, પુજન સોડિગળા, ચંદુભાઈ પોરીયા, નિકુંજ પોરીયા, ભાવીક સોડિગળા, હિતેષ રાઠોડ. આકાશ ટાંક, મોટી કમિટી.  ગોવિંદભાઇ પરમાર, રાજુભાઈ માળવી,એ. બી. યાદવ,  ભુપતભાઈ યાદવ,અશોકભાઈ કાચા, અશોકભાઈ ટાંક, અશોકભાઈ ચૌહાણ, મનસુખભાઈ કાચા, આર સી વાળા, કાળુભાઈ માળવી, વાળા સાહેબ,સોશ્યલ મિડિયા કન્વીનર
 સંજયભાઈ ચોટલીયા સહિત તમામ કાર્યકર્તાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સારેગામા મ્યુઝીકલ ગૃપ અને સીંગર દ્વારા આ સમગ્ર કાર્યકમ ઉજવણી કરવામાં આવી હતી.

IMG-20221003-WA0034.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *