Gujarat

અમદાવાદમાં એસજીએસટી ડિપાર્ટમેન્ટે શહેરના શંકાસ્પદ નંબરોનું સ્થળ વેરિફિકેશન શરૂ કર્યું

અમદાવાદ
એસજીએસટી ડિપાર્ટમેન્ટે શહેરના શંકાસ્પદ નંબરોનું સ્થળ વેરિફિકેશન શરૂ કર્યું છે. તપાસમાં મોટાપાયે બોગસ બિલિંગ માટે નંબર લેવાયા હોવાનું બહાર આવ્યું છે. જીએસટી સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર શહેરમાં અંદાજે ૧૦૦ કરતા વધારે બોગસ નંબરો શોધી કઢાયા છે. આ ઉપરાંત હજી દરેક ઘટકના આસિસ્ટન્ટ કમિશનર તેમજ તેમની ટીમ તપાસ ચલાવી રહી છે. વેપારીઓના સ્થળ અને રહેઠાણ ઉપર અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. વેપારીઓને ત્યા તપાસના અંતે બે સાક્ષીઓને બોલાવી સહી લેવાની હોવાથી વેપારી માટે સાક્ષી લાવવા મુશ્કેલ થઇ ગયું હતું. શંકાસ્પદ નંબરોની તપાસમાં મોટી સંખ્યામાં શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. આ નંબરો બોગસ પેઢીના નામે શરૂ કરાયા હોવાનું બહાર આવ્યું છે. આવા નંબરો ત્વરીત બ્લોક કરીને કરેલા વ્યવહારોની તપાસ હાથ ધરાઈ છે. રાજ્યમાં કરાયેલી તપાસમાં અંદાજે ૪ હજારથી વધુ નંબર પકડાયા છે.

File-01-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *