Gujarat

આણંદના બિલ્ડરે રૂા.૧૫ કરોડની બનાવટી ચલણી નોટ ૧ લાખમાં ખરીદી હોવાનો થયો ઘટસ્ફોટ

આણંદ
સુરતના કામરેજ ખાતેથી પકડાયેલી ૧૦૦ કરોડની રૂપિયા બે હજારના દરની બનાવટી ચલણી નોટના પ્રકરણનો રેલો આણંદ સુધી પહોંચ્યો છે. સમગ્ર બનાવમાં સુરત પોલીસે આણંદ શહેરના પાલિકા નગર સ્થિત સી – ૩માં રહેતાં અને મૂળ મલાતજના ૪૯ વર્ષીય વિપુલ હરીશ પટેલની ધરપકડ કરી લીધી છે. અને તેની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં જ શખસે પોપટની જેમ કબુલાત કરતાં રૂપિયા એક લાખમાં ૧૫ કરોડની બનાવટી ચલણી નોટ ખરીદી હોવાનું જણાવ્યું હતું.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સમગ્ર ઘટનાનો મુખ્ય સૂત્રધાર એવા રાજકોટના હિતેષ પરસોત્તમ કોટળીયાના ભાઈના સંપર્કમાં વિપુલ પટેલ આવ્યો હતો. છેલ્લાં એક વર્ષથી તેઓ એકબીજાને ઓળખતાં હતા. વિપુલ પટેલ મૂળ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. હિતેષે બનાવટી ચલણી નોટ બનાવી હોવાનું તેના ધ્યાને આવતાં જ તેણે ઘટના બની તેના ૧૫થી ૨૦ દિવસ અગાઉ રૂપિયા એક લાખમાં તેની પાસેથી ૧૫ કરોડની બનાવટી ચલણી નોટ ખરીદી હતી. જાેકે, નોટનો કોઈ પણ જગ્યાએ નાણાંકીય વ્યવહારમાં ઉપયોગ કર્યો હોવાનો ઈન્કાર કર્યો છે. આમ છતાં પોલીસ આ તમામ પાસાંઓ પર પણ બારીકાઈપૂર્વક તપાસ હાથ ધરી રહી છે. અને એટલે જ પોલીસે તેના ઘરમાં હાથ ધરેલાં સર્ચ ઓપરેશનમાં આરોપી બિલ્ડરના પુત્રએ રૂપિયા ૧૧.૪૦ કરોડ પોલીસને સોંપ્યા હતા. જે પોલીસે હાલ રિકવર કર્યા છે. જાેકે, બાકીની બનાવટી ચલણ તેણે નદીમાં વહાવી દીધા હોવાનું કહી રહ્યો છે. હાલમાં પોલીસ દ્વારા તેના રિમાન્ડ મેળવી સઘન પૂછપરછ હાથ ધરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.સુરતના કામરેજ પોલીસે જામનગરના કાલાવડ તાલુકાના મોટાવડાળા ગામેથી સ્ટીલની ૧૯ પેટીમાં ઘાસ નીચેથી સંતાડેલી રૂપિયા ૧૦૦ કરોડની ડુપ્લીકેટ નોટનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં પોલીસે અત્યાર સુધી આણંદના એક શખસ સહિત કુલ ત્રણની ધરપકડ કરી છે.

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *