Gujarat

પેટલાદમાં પૂર્વેના ઝગડાની રિસ રાખી ચાર યુવકોએ એક યુવકને માર માર્યો, ચાર યુવક વિરૂદ્ધ નોંધાયો ગુનો

આણંદ
આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં આવેલા વ્યાસવાડા પાસે સાંજના સમયે એક યુવકને ચાર યુવકોએ ભેગા મળી સામાન્ય થયેલી બોલાચાલી બાબતે ગાળો બોલી ગાલ ઉપર લાફાઓ માર્યા હતા. જે બાદ જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી છે. આ અંગે પેટલાદ શહેર પોલીસે ચાર યુવકો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં આવેલા ગોલવાડ ઉંચી શેરી પાસે રહેતો ૨૦ વર્ષીય યુવક જય પ્રકાશભાઈ રાણા સાંજના સમયે પસાર થતો હતો. ત્યારે બે દિવસ પહેલા પહેલા પેટ્રોલ પંપ ખાતે થયેલી સામાન્ય બોલાચાલીની રીસ રાખી સલમાનખાન અતાઉલ્લાખાન પઠાણ, મોઈન અતાઉલ્લાખાન પઠાણ, મોહદીસખાન અતાઉલ્લાખાન પઠાણ તથા સજજાદખાન બિસ્મિલ્લાખાન પઠાણે આવીને જય રાણા સાથે ઝઘડો કર્યો હતો અને તમામે ભેગા મળી ગમે તેમ ગાળો બોલી ગાલ ઉપર લાફાઓ મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઘટનાને લઈને સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી છે. આ બનાવ અંગે જય પ્રકાશભાઈ રાણાએ પેટલાદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સલમાન પઠાણ મોઈન પઠાણ, મોહદીસખાન પઠાણ અને સજજાદ ખાન પઠાણ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨) તથા ૧૧૪ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

File-02-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *