Gujarat

સુરતના માંડવી ખાતે ધારાસભ્યની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો

સુરત
સુરત જિલ્લા માંડવી ખાતે કોગ્રેસ સમિતિ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુપડી બસ સ્ટેન્ડથી જિલ્લા કોંગ્રેસ દ્વારા ભારત જાેડો પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજે ગાંધી જયંતી છે ત્યારે કોંગ્રેસ દ્વારા દેશમાં શરૂ કરવામાં આવેલ ભારત જાેડો યાત્રાનું સુરત જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લામાં કોંગ્રેસનો ઘઢ ગણાતા માંડવી તાલુકામાં આ ભારત જાેડે યાત્રા આવી પહોંચી હતી. આ યાત્રાનું સ્થાનિક ધારાસભ્ય આનંદભાઈ ચૌધરીએ સ્વાગત કર્યું હતું અને આનંદ ચૌધરીની આગેવાનીમાં ભારત જાેડો યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં માંડવી તાલુકામાંથી કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો જાેડાયા હતા. ભારત જાેડો યાત્રા માંડવીના સુપડી બસ સ્ટેન્ડથી શરૂ કરવામાં આવી હતી અને વિવિધ વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ૧૭ કિલોમીટરની પદયાત્રા કરીને માંડવી તાલુકાના પીપલવાડા ગામે પૂર્ણ કરવામાં આવનાર છે. આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ખાસ કરીને આદિવાસી મતદારો પરંપરાગત રીતે કોંગ્રેસ સાથે જાેડાયેલા રહે એ માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

File-02-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *