Gujarat

રાજકોટ શહેરના રિંગરોડ પર પીસીઆર વાન અને બાઇક વચ્ચે અકસ્માત,એકનું ઘટના સ્થળે મોત

રાજકોટ
રાજકોટ શહેરના ૧૫૦ ફૂટ રિંગરોડ પર પોલીસની પીસીઆર વાન અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. ઓમનગર સર્કલ નજીક બીઆરટીએસ રોડ પર પોલીસ વાન અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પોલીસની જીજે-૦૩-એજી-૧૯૭૯ નંબરની પોલીસ પીસીઆર વાન અને જીજે-૦૩-ઇજી-૬૯૮૩ નંબરના બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પોલીસની પીસીઆર વાનમાં પણ આગળના ભાગે નુકશાન થયું છે. પોલીસ વાનની એરબેગ ખુલ્લી જતા પીસીઆરવાન ચાલકનો બચાવ થયો છે. પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

File-02-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *