Gujarat

સૈયદ મહેબૂબ બાપુ કાદરી ને “લઘુમતી રત્ન એવોર્ડ 2022” અમદાવાદ માં mcc દ્વારા સન્માનિત કરાયા 

માઈનોરીટી કો-ઓર્ડીનેશન કમિટી(MCC) ગુજરાતના રાજય સ્તરીય ભાગીદારી સમ્મેલન અને લઘુમતી રત્ન એવોર્ડ સમારંભ અમદાવાદ શહેરના પાલડી ખાતે નવાબજંગ હોલમાં યોજવામાં આવ્યુ હતુ.આ સમારંભમાં ગુજરાત ના જુદાજુદા જિલ્લા માંથી તમામ લોકો કે જે લઘુમતું સમાજ માટે હર હંમેશા સાથે રહે છે તેવા તમામ લોકોને એવોર્ડ આપીને સન્માનિત કરાયા હતા ત્યારે અમરેલીના મુસ્લિમ સમાજ માટે આ સમારંભમાં ૨૦૦૯-૧૦માં ભારતના મુસ્લિમ બેરોજગારીનો દર ગ્રામીણ વિસ્તારમા ઘટતો જોવા મળે છે. મુસ્લિમ સુમદાયની દિકરીઓ માટે ધોરણ ૧ થી પમા ડ્રોપ આઉટ થતો જાય છે. લઘુમતિ સમાજનો વિકાસ દર અટવાતો જાય છે. ભારત દેશમાં વધુમા વધુ લઘુમતિ શાળાઓ શરૂ થાય તેમજ મદ્રાસાના શિક્ષણને ગુજરાત બોર્ડની સમકક્ષ ગણવામા આવે. લઘુમતિ સમુદાય માટે માઈનોરીટી પ્રિવેન્શન ઓફ એટ્રોસીટી એકટ બનાવવામા આવે. જેવી તમામ સમસ્યાઓ અને દરખાસ્તો દારૂલઉલુમ મહેબુબીયાહ-અમરેલીના નાઝીમે આલા તેમજ મહેબુબ સ્કુલના પમુખ સૈયદ મહેબુબરહેમાન કાદરી સાહેબે રાજ્યમાં લઘુમતિ કલ્યાણ મંત્રાલય વિભાગને દરખાસ્ત કરેલ છે. જે બદલ અમદાવાદ શહેરમા માઈનોરીટી કો-ઓર્ડિનેશન કમિટી(MCC) તરફથી ઉપરોકત તમામ સમસ્યાનો સચોટ હલ અને મુસ્લિમ સમાજને મહામારી કોરોના કાળમાં તાબડતોબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખોલવા, કોરોનામાં મૃત્યુ પામનાર મહુમોને દફનની તમામ સગવડો પુરી પાડવી તેમજ કોરોના ગસ્ત દર્દીઓ માટે તાત્કાલિક ઓકિસજનના સિલિન્ડરની સગવડ કરી આપવી. તેમજ મેડિકલ કેમ્પ, દવાનુ વિતરણ, માસ્ક તેમજ
સેનેટાઈઝર વિતરણ કરવા. તદઉપરાંત સમાધાન કિંમટી દારૂલકજા કિમટી દ્વારા લોકોની સમસ્યાનો નિવાડો લેવામાં આવ્યો. સાથે-સાથે સૈયદ મહુબબરહેમાન કાદરી સાહેબે અમરેલી શહેરમાં ૧ થી ૧૨ સુધીની લઘુમતિ શાળા શરૂ કરી. અલીફનગરમાં એક જમીન ખરીદ કરી જેમ દિકરીઓ માટે મદાસા તેમજ ૧ થી ૧૨ સુધીની શાળા શરૂ કરવા માટે જહેમત ઉઠાવી છે. આ લઘુમતિ એવોર્ડ રત્ન એવોર્ડ સમ્મેલનમાં આબિદભાઈ છુવારા, હરાબેન(સાબરકાઠા),તોફીકભાઈ શેખ(ભાવનગર),ફારૂકભાઈ(ગીર સોમનાથ) ઈશાકભાઈ (ગોધરા), મહેમાનોની ઉપસ્થિતીમાં કોરોના વારીયસ અને સમાજ સેવા બદલ સૈયદ મહેબુબરહેમાનબાપુ કાદરી સાહેબને ‘ગુજરાત લઘુમતિ રત્ન એવોર્ડ2022 થી સન્માનિત કરવામાં આવ્યા છે. તે બદલ અમેરલી શહેરના મુસ્લિમ સમાજમા તેમજ વેપારી ગણમા અને મિત્ર વર્તુળમાં તદઉપરાત મહેબુબ સ્કુલના તામામ કર્મચારી ગણમા લાગણી અનુભવી રહ્યા છે. સૈયદ મહેબુબરહેમાનબાપુ સાહેબને આ એવોર્ડ બદલ શુભકામના વર્ષી રહે છે. અને આજ રીતે સમાજની સેવા કરતા રહો તેવી તમામની દુવાઓ તમામ ચાહવા વાળા તરફથી કરવામાં આવી
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20221003-WA0045.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *